ચૂંટણી પંચની કેજરીવાલને નોટિસ, યમુના નદીના 'પાણીમાં ઝેર ભેળવવા'નો હરિયાણા સરકાર પર લગાવ્યો હતો આરોપ
Delhi Asembly Elections 2025: આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલમાં જ હરિયાણા સરકાર પર યમુના નદીમાં પાણીમાં 'ઝેર ભેળવવાનો' આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે કેન્દ્રીય ચૂંટણી પંચે કેજરીવાલને તેના આરોપોનું પ્રમાણ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
ચૂંટણી પંચે કેજરીવાલને કહ્યું છે કે, 'તેઓ પોતાના નિવેદનના પૂરતા પુરાવા રજૂ કરે. તેમને પોતાનો જવાબ આપવા માટે બુધવારે (29 જાન્યુઆરી, 2025) રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે.'
જો કે, અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા હતા કે, હરિયાણા સરકાર તરફથી યમુનામાં ઔદ્યોગિક કચરો મિલાવવામાં આવી રહ્યો છે, જેનાથી દિલ્હીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. આ નિવેદન બાદ ભાજપ અને આપ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે.
ત્યારે ચૂંટણી પંચે આ નિવેદનને ગંભીરતાથી લેતા કહ્યું કે, 'ચૂંટણી દરમિયાન એવા આરોપો માટે પૂરતા પુરાવા રજૂ કરવા જરૂરી છે.'
આરોપો પર દિલ્હી જળ બોર્ડ
દિલ્હી જલ બોર્ડની CEO શિલ્પા શિંદેએ દિલ્હીના મુખ્ય સચિવ ધર્મેન્દ્રને લખેલા પત્રમાં કેજરીવાલના આરોપો ફગાવ્યા અને કહ્યું કે, 'આ દાવો તથ્યાત્મક રીતે ખોટો, આધારહીન અને ભ્રામક છે.'