Get The App

ભાજપના કદાવર નેતાની રાજકીય ઈનિંગનો અંત! મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પદે પણ રહ્યા હતા

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ભાજપના કદાવર નેતાની રાજકીય ઈનિંગનો અંત! મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પદે પણ રહ્યા હતા 1 - image


Delhi Election 2025: દિલ્હીમાં ભાજપે 29 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં પૂર્વ સાંસદો સાથે બીજી પાર્ટીમાંથી આવેલા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે, પરંતુ અમુક એવા જૂના કદાવર નેતા પણ છે, જેનું નામ આ યાદીમાં નથી. એવામાં ચાંદની ચોકના પૂર્વ સાંસદ ડૉ. હર્ષવર્ધન પણ સામેલ છે. લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, શું દિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેલાં ડૉ. હર્ષવર્ધનની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે? 

આ પ્રશ્ન એટલે ઊભો થઈ રહ્યો છે, કારણ કે ડૉ. હર્ષવર્ધન આ વિધાનસભા ચૂંટણીમાં પોતાની પરંપરગત બેઠક કૃષ્ણા નગરથી એકવાર ફરી ઉમેદવારીનો દાવો ઠોકી રહ્યા હતાં. પરંતુ, તેમની જગ્યાએ આ બેઠક પર ડૉ. અનિલ જૈનને ભાજપે ટિકિટ આપી છે. અનિલ જૈને પણ હર્ષવર્ધનની જેમ વ્યવસાયે ડૉક્ટર છે. ગત લોકસભા ચૂંટણીમાં સાંસદ હોવા છતાં તેમને ચાંદની ચોકથી ટિકિટ આપવામાં નહતી આવી અને ત્યાંથી પ્રવીણ ખંડેલવાલ સાંસદ બન્યા હતાં. બે બીજા પૂર્વ સાંસદો જેની ટિકિટ લોકસભા ચૂંટણીમાં કાપવામાં આવી, તેઓને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપીને ભરપાઈ કરવામાં આવી હતી. જોકે, હર્ષવર્ધનને ઇગ્નોર કરવામાં આવ્યો. હવે તેની સામે ચૂંટણીના રાજકારણના વિકલ્પ ના બરાબર છે.

આ પણ વાંચોઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પીઠ પાછળ ગઠબંધન થયું: કેજરીવાલનો ગંભીર આક્ષેપ

MLAની ટિકિટ કપાઈ, લવલીને પ્રાધાન્ય

નોંધનીય છે કે, કોંગ્રેસથી ભાજપમાં આવેલા શીલા સરકારના પૂર્વ મંત્રી અરવિંદ સિંહ લવલીને ટિકિટ આપીને વર્તમાન ધારાસભ્યની યાદીમાંથી અનિલ વાજપાઈનું પત્તુ સાફ થઈ ગયું છે. અનિલ વાજપાઈએ 2020ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત હાંસલ કરી એ સાત ધારાસભ્યોમાં પોતાની જગ્યા બનાવી હતી, જેણે આમ આદમી પાર્ટીની લહેરમાં ભાજપનું નાક બચાવ્યું હતું. ત્યારે લવલી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતાં અને વાજપાઈ સામે ચૂંટણીમાં હારી ગયા હતાં. પરંતુ, લોકસભા ચૂંટણી પહેલાં અરવિંદ લવલીએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયા ધારણ કરી લીધો હતો અને ગાંધીનગરની પરંપરાગત બેઠક પર ટિકિટ આપીને તેને ઈનામ પણ આપવામાં આવ્યું છે. 

બે વર્તમાન ધારાસભ્યોની બેઠક પણ પેન્ડિંગ

ગઈ વખતે આમ આદમી પાર્ટીની વંટોળમાં ભાજપે લક્ષ્મી નગર અને કરાવલ નગરની બેઠક પર જીત હાંસલ કરી હતી. લક્ષ્મી નગરથી ભાજપના પૂર્વાંચલી ચહેરા અભય વર્માએ જીત મેળવી હતી. વળી, કરાવલ નગરથી મોહનસિંહ બિષ્ટે જીત હાંસલ કરી હતી, જે રાજ્યમાં ઉત્તરાખંડીઓની વચ્ચે ભાજપનો ચહેરો છે. જોકે, હવે ભાજપે 29 ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં વર્મા અને બિષ્ટનું નામ નથી. હકીકતમાં, અભય વર્માની બેઠક લક્ષ્મી નગર પર ભાજપે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય નીતિન ત્યાગીને પાર્ટીમાં લીધા છે. વળી, ક્યારેય ભાજપના સિનિયર નેતા રહેલાં બીબી ત્યાગીએ પાર્ટી છોડી દીધી અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડી રહ્યા છે. હવે મૂંઝવણ ત્યાં છે કે, અભય વર્માને રિપીટ કરવામાં આવે કે પછી નીતિન ત્યાગીને આમ આદમી પાર્ટી છોડવાનું ઈનામ આપવામાં આવે?

આ પણ વાંચોઃ રોમાંચક મોડ પર દિલ્હીની ચૂંટણી, કેજરીવાલ-સિસોદિયા માટે ભાજપ-કોંગ્રેસે પાથરી જાળ

કરાવલ નગર બેઠકનો મામલો પણ થોડો ગૂંચવાયેલો છે. મોહન સિંહ બિષ્ટ આ બેઠક પરથી ભાજપ તરફથી સતત ચૂંટણી જીતી રહ્યા છે. પરંતુ એક સમયે અરવિંદ કેજરીવાલના ખૂબ જ નજીક રહેલા અને આમ આદમી પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા કપિલ મિશ્રા પણ આ બેઠક પર પોતાનો દાવો કરી રહ્યા છે. કપિલ મિશ્રાની માતા પણ આ વિસ્તારમાંથી આવે છે અને પૂર્વ MCDના મેયર પણ રહી ચૂક્યા છે. હવે ભાજપ છે કે પહાડી કે પૂર્વાંચલીની ટિકિટ બેલેન્સ કરવાના મૂંઝવણમાં છે.

અન્ય પક્ષોના તમામ નેતાઓને નથી આપી ટિકિટ 

ભાજપે પોતાની પહેલી યાદીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડનારા નેતાઓને ઈનામ આપ્યા છે, પરંતુ હજુ પણ એવા ઘણા નેતાઓ છે જે ઈનામની રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગર બેઠક પર ભાજપે પોતાના ધારાસભ્યની ટિકિટ કાપીને કોંગ્રેસમાંથી આવેલા અરવિન્દર સિંહ લવલીને ટિકિટ આપી હતી, પરંતુ વિશ્વાસ નગરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર નેતા નસીબ સિંહને ખાલી હાથ જ રહેવું પડ્યું. વિશ્વાસ નગરમાં ભાજપે વર્તમાન ધારાસભ્ય ઓપી શર્માને મેદાને ઉતાર્યા અને નસીબ સિંહ રાહ જોતા જ રહી ગયાં. ટિકિટ મળવાની આશા સાથે કસ્તુરબા નગર આવેલા નીરજ બસોયાની પણ આવી જ હાલત છે. લવલીની સાથે નીરજ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં.


Google NewsGoogle News