Get The App

રોમાંચક મોડ પર દિલ્હીની ચૂંટણી, કેજરીવાલ-સિસોદિયા માટે ભાજપ-કોંગ્રેસે પાથરી જાળ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
રોમાંચક મોડ પર દિલ્હીની ચૂંટણી, કેજરીવાલ-સિસોદિયા માટે ભાજપ-કોંગ્રેસે પાથરી જાળ 1 - image


Delhi Election 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખના એલાન પહેલાં જ ખરાખરીનો જંગ જામી ગયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ 29 બેઠકો પર ઉમેદવારોનું એલન કરી દીધું છે. ભાજપની પહેલી યાદી જાહેર થયાં બાદ ઘણી બેઠકો પર ત્રણેય પાર્ટી આમને સામને આવી ગયા છે. આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ, તેમનો જમણો હાથ મનીષ સિસોદિયા અને હાજર મુખ્યમંત્રી આતિશી સામે મુકાબલાની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. જીત કોની થશે એ તો ચૂંટણી બાદ જાણ થશે પરંતુ, દિલ્હીની આ 3 બેઠકો પર મુકાબલો ખૂબ જ રસપ્રદ રહેશે.

પૂર્વ મુખ્યમંત્રી કેજરવીલનો બે પૂર્વ મુખ્યમંત્રીના દીકરા સાથે મુકાબલો

નવી દિલ્હી બેઠકથી ચોથીવાર ઉતરેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો મુકાબલો બે પૂર્વ મુખ્યમંત્રીના દીકરા સાથે થવાનો છે. કોંગ્રેસે કેજરીવાલની સામે શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને ટિકિટ આપી તો ભાજપની આશા અનુસાર, પરવેશ વર્માને ઉતારી દીધો છે. જે અહીં 'લાડલી યોજના' દ્વારા હલચલ પેદા કરી ચુક્યા છે. પરવેશ વર્મા પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. વિદ્યાર્થી નેતાથી સાંસદ સુધી રહી ચુકેલા પરવેશ વર્મા એક પ્રભાવશાળી નેતા છે. વળી, સંદીપ દીક્ષિત પોતાની માતા શીલા દીક્ષિતની 'ગુડવિલ અને સહાનુભૂતિ'ના સહારે કેજરીવાલની મુશ્કેલી વધારી રહ્યા છે. કેજરીવાલ ભલે આ બેઠક પરથી ખુદ શીલા દીક્ષિતને હરાવી ચુક્યા હોય, પરંતુ તે વર્ષ અલગ હતું અને આ વર્ષ પણ જૂદુ છે,. ત્યારથી અત્યાર સુધી યમુનામાં ઘણુ પાણી વહી ચુક્યું છે અને પરિસ્થિતિમાં પણ ભદલાવ આવી ગયો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના ખોળામાં જન્મેલા અરવિંદ કેજરીવાલે ત્યારે શીલા દીક્ષિત પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને ચેલેન્જ આપ્યો હતો અને હવે તે પોતાની પ્રામાણિકતાનું સર્ટિફિકેટ માંગવા ઉતર્યા છે. 

આ પણ વાંચોઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પીઠ પાછળ ગઠબંધન થયું: કેજરીવાલનો ગંભીર આક્ષેપ

2020માં અરવિંદ કેજરીવાલે આ બેઠક પરથી 21697 મતના અંતરથી જીત હાંસલ કરી હતી. પરંતુ, ત્યારે તેમની સામે ભાજપના સુનીલ કુમાર યાદવ અને કોંગ્રેસના રોમેશ સબરવાલ ઉમેદવાર હતાં. ત્યારે બંને દળોના આવા પ્રમાણમાં નબળા ઉમેદવાર ઉતારીને કેજરીવાલને વૉકઓવર કરી દીધા હતાં. જોકે, આ વખતે ભાજપ અને કોંગ્રેસે જે પ્રકારે પોતાના બે દિગ્ગજ ચહેરાને નવી દિલ્હીથી ઉતાર્યા છે, તેનાથી એ તો નક્કી છે કે, કેજરીવાલને પોતાની બેઠક બચાવવા માટે ભારે જોર લગાવવું પડશે.

મનીષ સિસોદિયાને સામે પણ આકરા પડકાર ઝીલવા પડશે

2020માં પટપડગંજ બેઠક પર માંડ-માંડ જીત હાંસલ કરનાર મનીષ સિસોદિયાને આ વખતે જંગપુરા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેમને ખૂબ જ સુરક્ષિત બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતાં. પરંતુ, કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સામે જંગપુરાની જંગ પણ હવે સરળ નથી રહી. કોંગ્રેસે સિસોદિયાની સામે ફરહાદ સૂરીને ઉમેદવાર બનાવીને પહેલાં જ સિસોદિયા માટે મુશ્કેલી ઊભી કરી હતી, હવે ભાજપે પૂર્વ ધારાસભ્ય સરદાર તરવિંદર સિંહ મારવાહને ટિકિટ આપીને તેમાં વધારો કરી દીધો છે. આ બેઠક પર મુસ્લિમ અને શીખ મતદાતાઓની સારી વસ્તી છે. ભાજપ અને કોંગ્રેસના બંને સંપ્રદાયને લઈને સિસોદિયાને ઘેરી લીધા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મારવાહ ત્રણ વાર જંગપુરાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. તે 2022માં ભાજપમાં સામેલ થઈ ગયા હતાં. વળી, ફરહાદ સૂરી પણ જંગપુરા અને દિલ્હીના રાજકારણના જાણીતા ચહેરા છે. તે નિઝામુદ્દીન વોર્ડથી સતત કાઉન્સિલરની ચૂંટણી જીતતા રહ્યા છે. તે દિલ્હી કોંગ્રેસના દિગ્ગજ નેતા તાજદાર બાબરના દીકરા છે. સૂરીની માતા પણ બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ દિલ્હીની ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક, આ 5 ગેરંટી સાથે મહિલાઓ અને યુવાનો પર નજર

આતિશી સામે પણ દિગ્ગજ નેતા લડશે ચૂંટણી

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને પણ કાલજાટી બેઠક પર ઘેરવાની પૂરી તૈયારી કરવામાં આવી છે. કોંગ્રેસે એક દિવસ પહેલાં જ તેમનીસ સામે પ્રભાવશાળી મહિલા નેતા અલકા લાંબાને ઉતારી છે. હવે ભાજપે પણ અહીં પૂર્વ સાંસદ રમેશ બુધૂડીને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. રમેશ બિધૂડી દક્ષિણ દિલ્હીના કદાવર નેતા છે અને ત્યાં સામાન્ય લોકોની વચ્ચે મજબૂત પકડ છે. આશરે 11 હજાર મતથી કાલકાજી બેઠક પરથી ગત ચૂંટણીમાં જીત હાંસલ કરનાર આતિશીને આ વિશે ત્રિકોણીય જંગનો સામનો કરવો પડશે. જો અલકા લાંબા અહીં ભાજપ વિરોધી મતમાં ભાગલા પડાવવામાં સફળ થાય છે તો આતિશી માટે મુશ્કેલી વધી શકે છે. ઉમેદવારનું એલાન કરતાં પહેલાં જ બિધૂડી અહીં ઘરે-ઘરે પ્રચાર કરવામાં લાગી ગયા હતાં. લોકસભા ચૂંટણીમાં તેની ટિકિટ કાપી પાર્ટીએ પહેલાંથી જ વિધાનસભા માટે તૈયાર થવાનો સંકેત આપી દીધો હતો.

શું છે ભાજપ-કોંગ્રેસનો પ્લાન?

એકબાજુ જ્યાં ભાજપ દિલ્હીમાં આશરે ત્રણ દાયકા જૂનો વનવાસ ખતમ કરવા ઈચ્છે છે, ત્યાં કોંગ્રેસ પણ પોતાના ગઢમાં 'કરો યા મરો' વાળી જંગ માટે તૈયાર છે. ગત બે ચૂંટણીમાં શૂન્ય પર હારનારી કોંગ્રેસે આ વખતે જે પ્રકારે ઉમેદવારની પસંદગી કરી છે, તે સંકેત આપે છે કે પાર્ટી પોતાનું બધું જોર આ ચૂંટણીમાં લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસે આપના ત્રણ સૌથી મોટા નેતા સામે દિગ્ગજ ઉમેદવાર ઉતારીને તેમને ઘરમાં જ ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બંને દળ ઈચ્છે છે કે, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને આતિશીને પોતચાની જ બેઠક પર વધુમાં વધુ ફોકસ કરવા પર મજબૂર કરી દેવામાં આવે તો બીજી બેઠકો પર ઓછું ધ્યાન આપી શકે. 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરી રહેલી આપ માટે દિલ્હીની આ વખતની ચૂંટણી અઘરી થવા જઈ રહી છે.


Google NewsGoogle News