Get The App

'આટલી રેલીઓ કરી, બીમાર તો નથી લાગતાં', કોર્ટે કેજરીવાલની જામીન અરજી ફગાવી

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
'આટલી રેલીઓ કરી, બીમાર તો નથી લાગતાં', કોર્ટે કેજરીવાલની જામીન અરજી ફગાવી 1 - image


Delhi Liquor Policy Case: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે(છઠ્ઠી જૂન) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે, 'ચૂંટણી રેલીઓ એ સાબિત કરે છે કે તેઓ (કેજરીવાલ) કોઈ ગંભીર બીમારથી પીડિત નથી, જેના કારણે તેમને વધારાના જામીન મળી શકે.' સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સાથે સંમત થયા હતા.

બીમારીના આધારે જામીન ન આપી શકાય

વચગાળાના જામીન આપવાને બદલે કોર્ટે જેલ સત્તાવાળાઓને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. તેમજ અરવિંદ કેજરીવાલની કસ્ટડી 19મી જૂન સુધી લંબાવવામાં આવી હતી. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલ દ્વારા યોજવામાં આવેલી ચૂંટણી રેલીઓ, બેઠકો અને કાર્યક્રમો સૂચવે છે કે તેઓ કોઈ ગંભીર અથવા જીવલેણ બીમારીથી પીડિત હોય તેવું લાગતું નથી. બીમારીના આધારે વચગાળાના જામીન આપવાની સત્તાનો ઉપયોગ સાવધાનીપૂર્વક અને સાવધાની સાથે કરવો જોઈએ.'

શું છે મામલો?

દિલ્હીના કથિત લિકર પોલિસી કૌભાંડમાં ઈડીએ 21મી માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અગાઉ, ઈડીએ તેમને આ કેસમાં પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જો કે કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર થયા ન હતા. સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનો આરોપ છે કે તેમણે જ કૌભાંડ આચર્યું છે તેમજ લિકરના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં તેઓ સીધા જ સંડોવાયેલા છે.



Google NewsGoogle News