Get The App

કોંગ્રેસને જોરદાર ઝટકો, આપ સાથે ગઠબંધનના વિરોધમાં દિલ્હીના પ્રદેશ અધ્યક્ષે પદેથી લવલીનું રાજીનામું

Updated: Apr 28th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસને જોરદાર ઝટકો, આપ સાથે ગઠબંધનના વિરોધમાં દિલ્હીના પ્રદેશ અધ્યક્ષે પદેથી લવલીનું રાજીનામું 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયું છે અને હવે ત્રીજા તબક્કામાં માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.  દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ (Delhi Congress Chief)એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા પણ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપ્યા છે. 

ત્રીજા તબક્કાના મતદાન પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પત્રમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)સાથે કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનનો વિરોધ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર અરવિંદર સિંહ લવલી (Arvinder Singh Lovely)નો દિલ્હી કોંગ્રેસ પ્રભારી મહાસચિવ દિપક બાબરિયા વચ્ચે પણ વિવાદ થયો હતો.

હું પાર્ટીમાં અસહાય અનુભવું છું : અરવિંદર સિંહ લવલી

હકીકતમાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યારે નેતાઓએ બાબરિયાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો છે. લવલીના મતે બાબરિયાની વિરુદ્ધમાં રહેલા નેતાઓને દૂર કરવા માટે તેમના પર ખૂબ જ દબાણ છે. એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે. અરવિંદર સિંહ લવલીએ તેમના પત્રમાં લખ્યું છે કે, 'હું આ પત્ર ખૂબ જ ભારે હૃદયથી લખી રહ્યો છું. હું પાર્ટીમાં સંપૂર્ણપણે અસહાય અનુભવું છું. તેથી હવે દિલ્હીના અધ્યક્ષ પદ પર રહી શકશે નહીં.'

કોંગ્રેસને જોરદાર ઝટકો, આપ સાથે ગઠબંધનના વિરોધમાં દિલ્હીના પ્રદેશ અધ્યક્ષે પદેથી લવલીનું રાજીનામું 2 - image


Google NewsGoogle News