ગાડીએ જોરથી ટર્ન લીધો અને પછી...: કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ડૂબી જવાથી ત્રણના મોતમાં નવો ખુલાસો
Image: Twitter
3 UPSC Aspirants Death: દેશની રાજધાની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ સિવિલ સેવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના મોત થયા હતા. કોચિંગ સેન્ટરમાં મોટા સપનાંઓ સાથે પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી લેવામાં આવે છે. પરંતુ આ પ્રખ્યાત કોચિંગ સેન્ટરે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. આ સંસ્થા નિયમોનો ભંગ કરીને ભોંયરામાં લાયબ્રેરી ચલાવી રહી હતી.
આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે, રસ્તા પર પાણી ભરાઈ જતાં એક ગાડી એ તેજ ગતિએ ટર્ન લીધો હતો અને આ દરમિયાન જ કોચિંગ સેન્ટરના ગેટનો દરવાજો તૂટી ગયો હતો.
CCTV દ્વારા ગાડીની ઓળખ થઈ
કોચિંગ સેન્ટરના ગેટનો દરવાજો તૂટી જવાના કારણે ખૂબ જ પૂરજોશમાં પાણી કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ઘૂસી આવ્યું હતું. પોલીસે ગાડીના માલિકની ધરપકડ કરી લીધી છે. CCTV દ્વારા ગાડીની ઓળખ કરવામાં આવી છે.