Get The App

દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં SUV કાર ચાલકને જામીન, ત્રણ UPSC ઉમેદવારોએ જીવ ગુમાવ્યા હતા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં SUV કાર ચાલકને જામીન, ત્રણ UPSC ઉમેદવારોએ જીવ ગુમાવ્યા હતા 1 - image


Delhi Coaching Center Tragedy: દિલ્હીના ચર્ચિત કોચિંગ સેન્ટર દુર્ઘટના મામલે એક મોટું અપડેટ આવ્યું છે. આ ઘટનાક્રમમાં UPSC ઉમેદવારોને અડફેટે લેનાર SUV કાર ચાલકને કોર્ટે જામીન આપ્યા છે. અત્રે નોંધનીય છે કે આ અકસ્માતમાં ત્રણ UPSC ઉમેદવારોએ જીવ ગુમાવ્યા હતા.

તીસ હજારી કોર્ટે ગુરુવારે દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુના કેસમાં એસયુવી ડ્રાઇવર મનુજ કથુરિયાને જામીન આપ્યા છે. મનુજને 50 હજારના બોન્ડ પર કોર્ટે જામીન આપ્યા હતા. કથુરિયા પર આરોપ છે કે, તેણે પોતાની ફોર્સ ગુરખા કારને વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર ચલાવી હતી. કારના દબાણને કારણે પાણીનો ફોર્સ અને દબાણ વધ્યું હતું અને ત્રણ માળની ઇમારતના દરવાજા તોડીને ભોંયરામાં પાણી ઘૂસી ગયા હતા.

દિલ્હી કોચિંગ સેન્ટર દુર્ઘટનામાં SUV કાર ચાલકને જામીન, ત્રણ UPSC ઉમેદવારોએ જીવ ગુમાવ્યા હતા 2 - image

કોચિંગ ક્લાસના ભોંયરામાં સ્ટડી કરી રહેલા આ વિદ્યાર્થીઓના કમોત થયા હતા. આ ઘટનાક્રમનો એક વીડિયો સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે મનુજ કથુરિયાની ધરપકડ કરી હતી. કથુરિયાના વકીલે બુધવારે દલીલ કરી હતી કે તેનો આ ઘટના સાથે કોઈ સંબંધ જ નથી અને તેને ખોટી રીતે દોષિત ઠેરવી શકાય નહીં. સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કથુરિયાના જામીનનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે તેના ડ્રાઈવિંગે આ ઘટનાને વધુ ગંભીર બનાવી છે અને ઉમેદવારોની મોત પાછળ જવાબદાર છે તેથી જામીન ન મળવા જોઈએ.


Google NewsGoogle News