Get The App

ભાજપ ફરી ચોંકાવશે, રેખા ગુપ્તા બનશે દિલ્હીના મુખ્યમંત્રી, RSS એ ભલામણ કર્યાની ચર્ચા!

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
ભાજપ ફરી ચોંકાવશે, રેખા ગુપ્તા બનશે દિલ્હીના મુખ્યમંત્રી, RSS એ ભલામણ કર્યાની ચર્ચા! 1 - image


Delhi CM Oath Ceremony: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને 10 દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સીએમનું નામ ફાઇનલ થયું નહોતું. જોકે આજે એવી ચર્ચા છે કે દિલ્હીના મુખ્યમંત્રી પદે રેખા ગુપ્તાનું નામ ફાઇનલ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર આરએસએસએ તેમના નામની ભલામણ કરી હતી જેને ભાજપે સ્વીકારી લીધાની ચર્ચા છે. તે શાલીમાર બાગ સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. તેમણે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. તે દિલ્હી ભાજપના મહાસચિવ અને મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. તેઓ દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના મેયર પણ રહી ચૂક્યા છે. જોકે આ તેમના નામની જાહેરાત સાંજની બેઠકમાં કરવામાં આવી શકે છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ બાદ પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે સાંજે સાત વાગ્યે યોજાનારી ભાજપ ધારાસભ્યો દળની બેઠકમાં CMના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલે બપોરે 12.35 વાગ્યે દિલ્હીના રામલીલા મેદાન પર નવા મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

દિલ્હીના CMની રેસમાં કોણ કોણ સામેલ? 

પરવેશ વર્મા

આશિષ સુદ

રેખા ગુપ્તા

વિજેન્દર ગુપ્તા

સતિષ ઉપાધ્યાય

જિતેન્દ્ર મહાજન

શિખા રોય

ભાજપ ફરી ચોંકાવશે, રેખા ગુપ્તા બનશે દિલ્હીના મુખ્યમંત્રી, RSS એ ભલામણ કર્યાની ચર્ચા! 2 - image

સરકારની રચના માટે આજે મિટિંગ

દિલ્હી સરકારના શપથ ગ્રહણ સમારોહ અને સરકારની રચના માટે આજે સાંજે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં શપથગ્રહણ સમારોહના ઇન્ચાર્જ વિનોદ તાવડે અને તરુણ ચુઘ પણ હાજર રહેશે. દિલ્હી ભાજપના ચીફ વિરેન્દ્ર સચદેવા પણ ઉપસ્થિત રહેશે. ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠકો જીતી હતી. બીજી બાજુ રામલીલા મેદાન પર શપથ ગ્રહણની તાડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. 

ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપે છે

ભાજપનો અત્યારસુધીનો ઇતિહાસ રહ્યો છે કે, તે હંમેશા સરપ્રાઇઝ નામ જાહેર કરે છે. મધ્યપ્રદેશમાં મોહન યાદવ, રાજસ્થાનમાં ભજનલાલ શર્મા, હરિયાણામાં નાયબસિંહ સૈની અને ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ તેનું ઉદાહરણ રહ્યા છે. 

ભાજપ ફરી ચોંકાવશે, રેખા ગુપ્તા બનશે દિલ્હીના મુખ્યમંત્રી, RSS એ ભલામણ કર્યાની ચર્ચા! 3 - image


Google NewsGoogle News