VIDEO : 'સની દેઓલને મત આપીને શું મળ્યું...', ગુરદાસપુરમાં અરવિંદ કેજરીવાલના ભાજપ પર મોટા પ્રહાર
અરવિંદ કેજરીવાલે ભાજપ સાંસદ એક્ટર સની દેઓલ પર આકરા પ્રહાર કર્યા
મોટા મોટા લોકો કંઈ નથી કરવાના. એટલા માટે આમ આદમીને મત આપો : કેજરીવાલ
શનિવારે આમ આદમી પાર્ટના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગંવત માને ગુરદાસપુરમાં બાબા બંદાસિંહ બહાદુર આંતરરાજ્ય બસ ટર્મિનલ અને રેલવે અંડરપાસનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે ભાજપ સાંસદ એક્ટર સની દેઓલ પર આકરા પ્રહાર કર્યા અને આગામી લોકસભા ચૂંટણી માટે પણ મોટું નિવેદન આપ્યું છે.
કેજરીવાલે કહ્યું કે, તમે લોકોએ સની દેઓલને મત આપીને પસંદ કર્યા. ક્યારે તેઓ આવ્યા, શું તેમનો ચેહરો જોયો, તેઓ ક્યારેય નથી આવ્યા. શું ફાયદો થયો? અમને લાગ્યું બહુ મોટા એક્ટર છે તેમને મત આપીશું તો કંઈક કરશે, પરંતુ આ મોટા મોટા લોકો કંઈ નથી કરવાના. એટલા માટે આમ આદમીને મત આપો, ક્યારે ઘરમાં જરૂર પડશે તો કામ આવશે, ફોન તો ઉઠાવશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મને નથી લાગતું કે પંજાબે આજ પહેલા આ પ્રકારના વિકાસની ક્રાંતિ જોઈ હોય. આજે એક જ લોકસભામાં 1850 કરોડ રૂપિયાથી કામ શરૂ થઈ રહ્યું છે. ગત 75 વર્ષનું કામ પણ જો સામેલ કરી દેવામાં આવે, તો પણ ગુરદાસપુરમાં આટલું કામ નથી થયું. આજે લાખો લોકોનું ટોળું આ વિકાસ ક્રાંતિમાં રંગીલુ પંજાબ બનાવવા માટે સામેલ થઈ રહ્યું છે.
વધુમાં કેજરીવાલે કહ્યું કે, હજુ ગુરદાસપુરમાં બસ સ્ટેન્ડ ઉદ્ધાટન કરીને આવી રહ્યા છીએ, જે અહીંના લોકોની ખૂબ જૂની માંગ હતી. આ માંગ પહેલા કોઈપણ પાર્ટીએ પૂર્ણ નહોતી કરી, લોકો જે પણ પાર્ટીની પાસે જતા હતા કે પૈસા નથી. પૈસા તો હતા પરંતુ તે બધા પૈસા ખાઈ જતા હતા, પરંતુ હવે ઈમાનદાર સરકાર આવી ગઈ છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે, પૈસાની કોઈ કમી નથી. પંજાબ ખજાનાથી ભરેલું છે. જે ખજાનો આ ખાલી છોડીને ગયા હતા, તે દોઢ વર્ષમાં ભરી દીધો.