Get The App

કેજરીવાલને વધુ એક ઝટકો: CBI કોર્ટે 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા

Updated: Jun 29th, 2024


Google NewsGoogle News
Delhi CM Arvind Kejriwal

CBI Court Sent Arvind Kejriwal To Judicial Custody: દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે. સીબીઆઈએ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવાની અરજી આપી હતી. સીબીઆઈએ પોતાની અરજીમાં કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલ જાણીજોઈને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સવાલોના જવાબ નથી આપી રહ્યા. તેમજ કેજરીવાલે નવી દારૂ નીતિમાં નફાનો ગાળો 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના કારણનો પણ જવાબ આપી રહ્યા નથી. 

સીબીઆઈ તરફથી કેહવામાં આવ્યું કે જયારે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી હતી તે સમયે કેબીનેટમાં દારૂ નીતિમાં ફેરફાર કરવો કેમ જરૂરી હતો. સાથે સીબીઆઈએ સવાલ પણ કર્યો હતો કે આટલી ઉતાવળ શા માટે હતી? સાઉથ લોબી સંબંધિત કેસના આરોપીઓ દિલ્હીમાં જ રહેતા હતા અને કેજરીવાલના નજીકના વિજય નાયરના સંપર્કમાં હતા. સરકારે નવી દારૂની નીતિ લાગુ કરવાની ઉતાવળમાં કેમ હતી?

આ પણ વાંચો: સપા સાંસદ અવધેશ પ્રસાદને 'રાજા અયોધ્યા' કહેતા અખિલેશ યાદવ ઘેરાયા, ભાજપે કહ્યું- 'આ સનાતનનું અપમાન'

કેજરીવાલ સવાલો ટાળી રહ્યા છે

સીબીઆઈએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલ દારૂના ધંધાર્થીઓ સાથે તેમની નિકટતા અને તેમના નજીકના સહયોગી વિજય નાયર સાથેની અનેક મુલાકાત, કરોડો રૂપિયાની લાંચની માંગણી, ગોવાની ચૂંટણીમાં મળેલા લગભગ 44.5 કરોડ રૂપિયાની લાંચનો ઉપયોગ, મગુંટા શ્રીનિવાસલ્લુ રેડ્ડી, અર્જુન પાંડે સાથે મૂથા ગૌતમની મુલકાતનું કારણ જેવા અનેક પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.

સીબીઆઈએ કહ્યું કે આ સ્થિતિમાં તેમને અરવિંદ કેજરીવાલના રિમાન્ડની જરૂર નથી. પરંતુ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવા જોઈએ.

આ પણ વાંચો: બુલડોઝર, ઈમરજન્સી, NEET.. સોનિયા ગાંધીના PM મોદી પર સીધા પ્રહાર, કહ્યું- જનાદેશ તો સમજો

કેજરીવાલના વકીલે કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરી હતી

સીબીઆઈની વિશેષ કોર્ટમાં કેજરીવાલના વકીલે બે અરજીઓ આપી હતી. કોર્ટે બંને માંગણીઓનો સ્વીકાર કર્યો હતો. કેજરીવાલના વકીલે કોર્ટમાં આ બે માંગણીઓ કરી હતી.

1. જ્યાં સુધી જજ આદેશ લખે ત્યાં સુધી કેજરીવાલને 10 થી 15 મિનિટ સુધી પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવે.

2. ઇડીના કેસમાં જ્યારે કેજરીવાલની ધરપકડ કરાઈ હતી. અને બાદમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તબીબી આધાર પર જે છૂટ આપવામાં આવી હતી તેને ચાલુ રાખવામાં આવે. 


Google NewsGoogle News