કેજરીવાલ હવે તિહાર જેલમાં, દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે ન્યાયિક કસ્ટડી 15 દિવસ વધારી
Arvind Kejriwal News| દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમની સામે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટ પહોંચ્યા હતા. અગાઉ તેમની કસ્ટડી 1 એપ્રિલ સુધી આગળ ધપાવવામાં આવી હતી. સૂત્રો અનુસાર આજે ઈડી તેમની કસ્ટડી વધારવાની માગ નહીં કરે તેવી આશંકા છે. કોર્ટમાં જતી વખતે કેજરીવાલે પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે પીએમ મોદી જે કરી રહ્યા છે તે ઠીક નથી. આ દેશ માટેે સારુંં નથી. કોર્ટે સુનાવણી દરમિયાન ઈડીની માગને સ્વીકારતાં કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેેેેેવાનો આદેશ આપ્યો હતો. હવે તેમને તિહાર જેલમાં મોકલી દેવાશે.
કોર્ટમાં ઈડીએ કરી આ દલીલો...
કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ ઈડીએ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીની માગ કરતાં કહ્યું કે અમારી પૂછપરછ પતી ગઈ છે. કેજરીવાલ અમને તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. અમારા સવાલોના ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. તેઓ પોતાનો ફોન પણ નથી આપી રહ્યા. ઈડીએ કેજરીવાલ પર ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ મૂક્યો હતો. આ સાથે ઈડીએ કેજરીવાલની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી. આ સાથે કેજરીવાલને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. હવે તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવશે.
જેલ મોકલાતાં કેજરીવાલે કરી આ માગ...
કેજરીવાલે સુનાવણી દરમિયાન ચુકાદો આવતાં કોર્ટને અપીલ કરી હતી કે તેમને જેલમાં દવાઓ અને પુસ્તકો લઈ જવાની છૂટ આપવામાં આવે. આ સાથે તેમણે પત્ની સુનીતા કેજરીવાલ અને તેમની સરકારમાં મંત્રી આતિશીને મળવાની છૂટ આપવાની પણ માગ કરી હતી. કેજરીવાલે રામાયણ અને મહાભારત જેલમાં લઈ જવા અપીલ કરી હતી.
કેજરીવાલે ગણાવ્યું હતું રાજકીય ષડયંત્ર...
આ પહેલાની સુનાવણીમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાં હાજર થવા પહોંચેલા મુખ્યમંત્રી કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલાને એક રાજકીય કાવતરું ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આ કાવતરું ઘડનારા લોકોને જનતા જ જવાબ આપશે. તપાસ માટે ઈડીના અધિકારીઓનો આભાર. મને કેમ પકડ્યો છે તે મને સમજાતું નથી? બે વર્ષથી આ બધુ ચાલે છે. કોઈ કોર્ટે અત્યાર સુધી મને દોષિત નથી માન્યો. મારી સામે કોઈ આરોપો નથી.’ આ દરમિયાન તેમણે મોટો આરોપ મૂકતાં કહ્યું કે, ‘અમારા વિરોધીઓ આમ આદમી પાર્ટીને તોડીને તેને ખતમ કરવા માગે છે.’