દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને CBIની નોટીસ, શરાબ કૌભાંડ મદ્દે પૂછપરછ માટે બોલાવ્યા
CBIએ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ પાઠવી
કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) બોલાવ્યા
નવી દિલ્હી, તા.14 એપ્રિલ-2023, શુક્રવાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) બોલાવ્યા છે. શરાબ કૌભાંડ મામલે સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે. આમ આદમી પાર્ટીના સૂત્રોએ આ દાવો કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, નવી એક્સાઈઝ નીતિના કેસમાં સીબીઆઈ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે. CBI દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી સતત સરકાર પર હુમલો કરી રહી છે.
26 ફેબ્રુઆરીના રોજ થઈ હતી ધરપકડ
ઉલ્લેખનિય છે કે, 26 ફેબ્રુઆરીના રોજ CBI દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. 7 દિવસના CBI રિમાન્ડ બાદ 6 માર્ચના રોજ કોર્ટે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) ની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીં ED લિકર પોલિસીમાં મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મનીષ સિસોદીયાની પૂછપરછ કરી રહી હતી. અગાઉ 7 માર્ચના રોજ એજન્સીએ તિહાર જેલમાં સિસોદિયાની 6 કલાક પૂછપરછ કરી હતી.