‘ભાજપમાં આવો, જામીન કરાવી દઈશું...’, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને ઓફર મળ્યાનો કેજરીવાલનો દાવો
Delhi CM Arvind Kejriwal Attack on BJP : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, ભાજપે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને ઓફર કરી છે કે, જો તેઓ ભાજપમાં જોડાઈજશે તો તેઓ તેમના જામીન કરાવી દેશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Scam)માં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેજરીવાલને પહેલી જૂન સુધીના વચગાળાાન જામીન આપ્યા છે, ત્યારબાદ તેઓ બીજી જૂને આત્મસમર્પણ કરી ફરી જેલમાં જશે.
‘જેલની અંદર સિસોદિયા અને જૈનને મેસેજ મોકલાયો’
અરવિંદ કેજરીવાલે આજે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મનીષ સોસિદિયા (Manish Sisodia)એ શ્રેષ્ઠ સ્કૂલો બનાવી અને તેમને દોઢ વર્ષથી જેલમાં ધકેલી દેવાયા છે. જે સત્યેન્દ્ર જૈને (Satyendra Jain) મોહલ્લા ક્લિનિકો બનાવી, તેમને પણ જેલમાં બંધ કરી દેવાયા છે.’ આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, ‘જેલની અંદર સિસોદિયા અને જૈનને મેસેજ મોકલાયો છે, તેમાં કહેવાયું છે કે, તમે ભાજપ (Join BJP)માં આવો, જામીન કરાવી દઈશું. આ કોણ કરાવે છે?’
‘તેઓએ 500 સ્થળે દરોડા પાડ્યા, પણ કંઈ ન મળ્યું’
જ્યારે કેજરીવાલને પ્રશ્ન કરાયો કે, સિસોદિયા અને જૈન જેલમાં બંધ છે, બંનેને જામીન મળી રહ્યા નથી, તમને પણ જેલમાં રખાયા છે, તો તમે બધુ જ મોદીજીએ કરાવ્યું હોય, તેમ કેમ કરી રહ્યા છો? તો તેમણે કહ્યું કે, ‘પહેલો સવાલ એ છે કે, શું કોઈ કૌભાંડ થયું છે? આ લોકો કહી રહ્યા છે કે, 100 કરોડનું કૌભાંડ થયું, ક્યારેક કહે છે કે, 1100 કરોડનું કૌભાંડ થયું. તો હું (કેજરીવાલ) પૂછવા માંગું છું કે, તો આ બધા નાણાં ક્યાં ગયા? તેઓએ 500થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા, પરંતુ કોઈપણ સ્થળેથી એક પણ પૈસો મળ્યો નથી, કોઈ પ્રોપર્ટી પણ મળી નથી. શું બધુ હવામાં ગાયબ થઈ ગયું. ક્યાંક તો ખર્ચ કર્યો હશે ને...’
‘કેજરીવાલ અનુભવી ચોર છે, તેથી પુરાવા મળી રહ્યા નથી’
કેજરીવાલે કહ્યું કે, ‘મોદીજીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેજરીવાલ અનુભવી ચોર છે, તેથી પુરાવા મળી રહ્યા નથી. તેનો અર્થ એ કે, મોદીએ દેશભરના લોકો સામે માની લીધું કે, તેમની પાસે કોઈપણ પુરાવા નથી, આ કેસમાં કોઈપણ રિકવરી થઈ જ નથી.’