દિલ્હીવાસીઓની વહારે આવ્યા મેઘરાજા, વરસાદ બાદ AQIમાં સુધારો, GRAP-3 પ્રતિબંધમાંથી NCR બહાર
Delhi Pollution : દિલ્હી-NCRના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM)એ આજે શુક્રવારે સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-3ના પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા GRAP-4ના પ્રતિબંધો હટાવાયા હતા.
દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે, ત્યારે હવે તમામ પ્રકારના ટ્રકોને પ્રવેશ થઈ શકશે, સ્કૂલો ખુલશે અને બીએસ 4 ડીઝલ અને બીએસ 3 પેટ્રોલ વાહનો પરથી પ્રતિબંધો હટાવી દેવામાં આવશે. જો કે, GRAP-2 હેઠળની કેટલાક પ્રતિબંધો હજુ યથાવત રહેશે.
GRAP-3 અને GRAP-4 હેઠળ હટાયેલા પ્રતિબંધો
- દિલ્હીમાં હવે તમામ ટ્રકોને પ્રવેશ મળશે.
- NCRમાં તમામ સ્કૂલ ખોલવામાં આવશે.
- બીએસ 4 ડીઝલ અને બીએસ 3 પેટ્રોલ વાહનો પરથી પ્રતિબંધ હટાવાશે.
- બાંધકામના કામો પરનો પ્રતિબંધ હટાવાશે, પરંતુ ધૂળને દબાવવાના કડક પગલા ભરવાના રહેશે.
GRAP-2 હેઠળના પ્રતિબંધો યથાવત
- રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમોમાં ડીઝલ જનરેટર પર પ્રતિબંધ.
- પાર્કિંગ ચાર્જ, સીએનજી-ઈલેક્ટ્રિક બસ અને મેટ્રોની ફ્રિકવન્સી વધારવા સૂચના.
- ઈમરજન્સી સેવાઓ માટે ડીઝલ જનરેટરના ઉપયોગમાં છૂટ આપી.
- CAQMએ પાર્કિંગ ચાર્જ વધારવા નિર્દેશ કર્યો, જેથી રસ્તાઓ પર ખાનગી વાહનો દબાણ ઓછું રહે.
આ પણ વાંચો: હવે સ્ટાર્ટ-અપ અને પ્રાઈવેટ કંપનીઓનો અવકાશમાં જોવા મળશે દબદબો, ISROએ શરૂ કરી નવી પહેલ
દિલ્હી-NCRમાં આજે શુક્રવારની સવારે વરસાદ થયો હતો. જેમાં ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે NCRમાં ઠંડી વધી હતી. જ્યારે વહેલી સવારે વરસાદ થવાથી ઓફિસ જનારા લોકોને હાલાકી પડી હતી. વરસાદ થવાથી હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો. જેથી પહેલાની તુલનાએ લોકોને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા મળી.