Get The App

VIDEO : દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલી ટ્રેન પાટા પરથી ઉતરી : ટ્રેનોની અવરજવર ખોરવાઈ

ટ્રેન નંબર 04078ના ચાર કોચ પાટા પરથી ઉતરી ગયા

ટ્રેનોની અવરજવર ખોરવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

Updated: Apr 13th, 2023


Google NewsGoogle News
VIDEO : દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર આવેલી ટ્રેન પાટા પરથી ઉતરી : ટ્રેનોની અવરજવર ખોરવાઈ 1 - image

નવી દિલ્હી, તા.13 એપ્રિલ-2023, ગુરુવાર

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનની દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ અહીં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-5 પર ટ્રેનના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. જોકે મોટી દુર્ઘટના ટળી હોવાના અહેવાલો પણ મળ્યા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ ટ્રેન નંબર 04078ના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

ટ્રેનોની અવરજવર ખોરવાઈ

નવી દિલ્હી રેલવે સ્ટેશન અને શિવાજી બ્રિજ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનના 4 ખાલી કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે ટ્રેનોની અવરજવર ખોરવાઈ ગઈ છે. ગુરુવારે સાંજે લગભગ 6 વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનની કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ અકસ્માતના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


Google NewsGoogle News