દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, લોકો શ્વાસમાં લઈ રહ્યા છે 40થી 50 જેટલી સિગારેટનો ધુમાડો

હોસ્પિટલમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, લોકો શ્વાસમાં લઈ રહ્યા છે 40થી 50 જેટલી સિગારેટનો ધુમાડો 1 - image


Delhi Pollution: શિયાળો આવતા જ હંમેશની માફક દેશની રાજધાની દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે જેને કારણે આરોગ્ય પર મોટો ખતરો ઉભો થયો છે. પ્રદૂષણ ના વધતા આંખોમાં બળતરા,માથું દુખવું તેમજ ગળામાં ખારાશની બીમારી વધી છે. 

હોસ્પિટલમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો 

હોસ્પિટલમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. આગામી સમયમાં દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. લંગ કેર ફાઉન્ડેશનના સંસ્થાપક ડૉ.અરવિંદ કુમારે જણાવ્યું હતું કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી વધુ પહોંચી જાય તો તેવી હવા શ્વાસ લેવા લાયક રહેતી નથી.  

દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું

દિલ્હીમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં PM 10નું સ્તર 800 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી વધુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ પણ 40 થી 50 સિગારેટ પીવાના સમકક્ષ ધુમાડો શ્વાસમાં લે છે.

એપોલો હોસ્પિટલના શ્વસન રોગના નિષ્ણાંત ડો.રાજેશ ચાવલાએ જણાવ્યું હતું કે, ક્રોનિક રેસ્પીરેટરી દર્દીઓની બીમારી વધી છે. ઘણા દર્દીઓ અસ્થમાના રોગ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. દર્દીઓની દવાઓની માત્રા વધારવી પડી છે. ફોર્ટિસ હોસ્પિટલ, શાલીમાર બાગના પલ્મોનરી મેડિસિનના નિષ્ણાત ડૉ. વિકાસ મૌર્યએ જણાવ્યું હતું કે દર્દીઓ ઉધરસ અને કફની બીમારી ધરાવતા દર્દીઓની સંખ્યા વધી છે. 

પ્રદુષણ વધવાને કારણે ઈમરજન્સી અને ઓપીડીમાં  અગાઉની સરખામણીએ વધુ બાળકો શ્વસન સંબંધિત બીમારીઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. દરેક ઉંમરના લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. વર્તમાન સમયમાં પ્રદૂષણ વચ્ચે બાળકોએ પણ ખુલ્લા મેદાનમાં ન રમવું જોઈએ તેમ  એઈમ્સમાં બાળરોગ વિભાગના વડા ડૉ.એસ.કે.કાબરાએ જણાવ્યું હતું.


Google NewsGoogle News