લોકસભા ચૂંટણી 16 એપ્રિલે યોજાશે?, સોશિયલ મીડિયામાં વાયરલ સર્ક્યુલર મુદ્દે ચૂંટણી પંચની સ્પષ્ટતા
Lok Sabha Election 2024 Date : દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ તે અટકળોને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે 16 એપ્રિલે દિલ્હીમાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી ચૂંટણી પંચ તરફથી જાહેર એક સર્ક્યુલર મુદ્દે મીડિયામાં કેટલાક સવાલ ઊભા થયા છે. તેમાં પૂછવામાં આવી રહ્યું છે કે, શું 16 એપ્રિલ 2024 લોકસભા ચૂંટણીની સંભવિત તારીખ છે? આ અંગે સ્પષ્ટતા કરાઈ છે કે, આ તારીખનો ઉલ્લેખ માત્ર અધિકારીઓ માટે ચૂંટણી પંચની ચૂંટણી યોજના અનુસાર ગતિવિધિની યોજના બનાવવાના 'સંદર્ભ'માં કરાયો હતો. સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલયનો એક પત્ર સામે આવ્યા બાદ મતદાનની તારીખની ચર્ચા શરૂ થઈ છે.
આ નોટિફિકેશન દિલ્હીના તમામ 11 જિલ્લા ચૂંટણી અધિકારીઓને જાહેર કરાયું હતું અને તેનો ‘સબ્જેક્ટ’માં ચૂંટણી યોજનામાં અપાયેલી સમય મર્યાદાનું પાલનની વાત હતી. જોકે થોડી વાર પછી દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી, જેમાં આ વાત પર ભાર અપાયો કે તારીખ માત્ર 'સંદર્ભ' માટે હતી.
દિલ્હીના CEO કાર્યાલયે શું કહ્યું?
દિલ્હીના ચૂંટણી પંચ કાર્યાલયની પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, ‘મીડિયાના કેટલાક સવાલ @CeodelhiOfficeના એક સર્ક્યુલર હવાલો આપતા કરાઈ રહ્યા છે કે શું 16.04.2024 લોકસભા ચૂંટણી 2024 માટે અસ્થાયી મતદાન દિવસ છે. જો કે આ તારીખનો ઉલ્લેખ માત્ર અધિકારીઓ માટે તેમજ ચૂંટણીની ગતિવિધિઓની યોજના બનાવવાના 'સંદર્ભ'માં કરાયો હતો.
લોકસભા ચૂંટણીની વાસ્તવિક તારીખની પુષ્ટિ નથી કરાઈ
દિલ્હી ચૂંટણી પંચ કાર્યાલયે એક ફોલો-અપ પોસ્ટમાં ભારતના ચૂંટણી પંચને પણ ટેગ કર્યું હતું અને સ્પષ્ટતા પછી ફરી પોસ્ટ કરી. લોકસભા ચૂંટણી માટે વાસ્તવિક તારીખની હજુ પુષ્ટિ નથી થઈ. એવું કહેવાય છે કે એપ્રિલ કે મે મહિનામાં મતદાન થઈ શકે છે. જણાવી દઈએ કે, 2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં થઈ હતી, જે 11 એપ્રિલથી 19 મે વચ્ચે યોજાઈ હતી. તે ચૂંટણીના પરિણામ 23 મેના રોજ જાહેર કરાયા હતા.