VIDEO: NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ સાંસદની તબિયત લથડી, હોસ્પિટલ ખસેડાયા
Congress MP Phulo Devi Netam Lost Consciousness : સંસદના શિયાળુ સત્રના આજે પાંચમાં દિવસે ગૃહમાં નીટ પેપર લીક મુદ્દે વિરોધ-પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામની તબિયત બગડી છે. આ દરમિયાન તેઓ બેભાન થઈ જતા તુરંત હોસ્પિટલ લઈ જવાયા છે. જ્યારે ગૃહમાં વિરોધ પક્ષના નેતાઓ નીટ મુદ્દે હોબાળો મચાવી રહ્યા હતા, ત્યારે ઘટના બની છે.
હોબાળા વચ્ચે ફૂલો દેવીની તબિયત લથડી
સૂત્રોના જણાવ્યા મુજબ હોબાળા વચ્ચે ફૂલો દેવીની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે સાથી પક્ષોએ ફુલો દેવીને તુરંત સંભાળી લીધા હતા અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. સંસદ પરિસરમાં ફૂલો દેવીને એમ્બ્યુલન્સમાં લઈ જવાતો વીડિયો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સમાં આગળની બેઠકમાં AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : NEET પેપર લીક મોટો મામલો, સામૂહિક જવાબદારી લેવી પડશે : પૂર્વ PM દેવગૌડા
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે ફૂલો દેવી
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ફૂલો દેવી નેતામ છત્તીસગઢના બસ્તર જિલ્લાના કોંડાગાંવના રહેવાસી છે. તેઓ છત્તીસગઢમાં મહિલા કોંગ્રેસની અધ્યક્ષા પણ છે. તેઓ 14 સપ્ટેમ્બર 2020ના રોજ કોંગ્રેસના સભ્ય તરીકે છત્તીસગઢથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.
આ પણ વાંચો : સંસદમાં ચર્ચા દરમિયાન આ સળગતો મુદ્દો ઉઠાવશે વિપક્ષ, સરકારે કહ્યું- જવાબ આપવા તૈયાર