Get The App

દિલ્હીની હોટ સીટના પરિણામ: આતિશીએ AAPની લાજ બચાવી, દિલ્હીમાં AAP થઈ ગયું સાફ

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News

Delhi Election VIP Seat Results

Delhi Election Hot Seat Results: દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર મતગણતરી ચાલી રહી છે. તેમાં તે 8 બેઠકો પણ સામેલ છે જ્યાંથી દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીને આ ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો મળ્યો છે. પક્ષના બે મોટા નેતા સિસોદિયા અને કેજરીવાલ બંને પોતાની બેઠક બચાવી શક્યા નથી. 

કોણ જીત્યું-કોણ હાર્યું? LIVE:

દિલ્હીની હોટ સીટના પરિણામ: આતિશીએ AAPની લાજ બચાવી, દિલ્હીમાં AAP થઈ ગયું સાફ 2 - image

પટપરગંજ બેઠક પર અવધ ઓઝાની હાર 

આ વખતે અવધ ઓઝા પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી AAP તરફથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમનો મુકાબલો ભાજપના રવિન્દર સિંહ નેગી અને કોંગ્રેસ નેતા અનિલ ચૌધરી સાથે હતો. જેમાં ભાજપ નેતા રવિન્દર સિંહ નેગીએ અવધ ઓઝાને 28072 મતથી હરાવ્યા છે. 

AAPના વર્ચસ્વ પહેલા કોંગ્રેસ 1998 થી 2013 સુધી આ બેઠક જીતી હતી. 2020માં સિસોદિયા અહીંથી લગભગ 3000 વોટથી જીત્યા હતા. અહીં 60.70% મતદાન થયું હતું.

માલવિય નગર બેઠક પરથી સોમનાથ ભારતીની હાર

દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. સોમનાથ ભારતી માલવિય નગર બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. દુર્ગેશ પાઠક પણ હારી ગયા છે. ભાજપના ઉમેદવાર સતિષ ઉપાધ્યાયે આકરી ટક્કર સાથે સોમનાથ ભારતીને હરાવ્યા છે.

ઈમરાન હુસૈન બલ્લીમારનથી જીત્યા

બલ્લીમારન એ પરંપરાગત રીતે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ બેઠક ચાંદની ચોક લોકસભા મતવિસ્તારની મહત્ત્વની બેઠક છે. બલ્લીમારન વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઈમરાન હુસૈન જીત્યા છે. બીજેપીના કમલ બાગરી બીજા ક્રમે છે. બંને વચ્ચે જીત અને હારનો તફાવત 29 હજારથી વધુ મતોનો છે.

કાલકાજી બેઠક પર આતિશીએ AAPની લાજ રાખી 

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ભારે રસાકસી બાદ અંતે જીત મેળવી છે. તેમણે કાલકાજી બેઠક પરથી રમેશ બિધૂડીને 989 મતોના માર્જિનથી હરાવ્યા છે. AAP ની કારમી હારમાં દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હાર્યા છે. પરંતુ આતિશીએ જીત હાંસલ કરી પાર્ટીની લાજ રાખી છે. આતિશીનો ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી અને કોંગ્રેસની અલકા લાંબા સાથે મુકાબલો હતો.

દિલ્હી બેઠક પર કેજરીવાલ પણ હાર્યા

નવી દિલ્હી બેઠક પર AAP કન્વીનર અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, ભાજપના પૂર્વ સાંસદ પરવેશ વર્મા અને કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિત વચ્ચે મુકાબલો હતો. જેમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી હાર્યા છે. ભાજપના પરવેશ વર્મા 3182 મતોથી જીત્યા છે. 

દિલ્હી કેન્ટમાં AAPની જીત, રાજૌરીમાં કમળ

દિલ્હી કેન્ટ બેઠક પરથી AAP ના ઉમેદવાર વિરેન્દ્રસિંહ 2029 મતથી જીત્યા છે. જ્યારે રાજૌરી ગાર્ડનમાંથી ભાજપ ઉમેદવાર મનજિંદરસિંહ સિરસાએ 18190 મતોની બહુમતી સાથે જીત મેળવી છે. 

જંગપુરા બેઠક 

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારી ગયા છે. ભાજપના ઉમેદવાર તરવિંદર સિંહ મારવાએ તેમને 600 મતોથી હરાવ્યા હતા. એવામાં મનિષ સિસોદિયાએ ભાજપના ઉમેદવારને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે.

જંગપુરા વિધાનસભા બેઠક પર હાર બાદ AAP નેતા મનિષ સિસોદિયાએ નિવેદન આપ્યું છે કે, 'અમારા તમામ કાર્યકરોએ મહેનતથી ચૂંટણી લડી હતી. જંગપુરાના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ 600 મતોના માર્જિનથી હું હારી ગયો. ભાજપના ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવું છું. અને અપેક્ષા છે કે, તે પ્રજાની સેવા કરશે. અમારીથી ક્યાં ભૂલ થઈ તેનું અમે વિશ્લેષણ કરીશું.'

પટપરગંજ બેઠક 

આ વખતે અવધ ઓઝા પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી AAP તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો ભાજપના રવિન્દર સિંહ નેગી સામે છે. કોંગ્રેસ તરફથી અનિલ ચૌધરી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. AAPના વર્ચસ્વ પહેલા, કોંગ્રેસ 1998 થી 2013 સુધી આ બેઠક જીતી હતી. 2020માં સિસોદિયા અહીંથી લગભગ 3000 વોટથી જીત્યા હતા. અહીં 60.70% મતદાન થયું હતું.

ઓખલા બેઠક

આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન સતત ત્રીજી વખત ઓખલા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસે અરીબા ખાન અને ભાજપે મનીષ ચૌધરી સાથે છે. આ વખતે AIMIM એ શફા ઉર રહેમાનને પહેલીવાર પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. 

દિલ્હીની હોટ સીટના પરિણામ: આતિશીએ AAPની લાજ બચાવી, દિલ્હીમાં AAP થઈ ગયું સાફ 3 - image


Google NewsGoogle News