Get The App

'ઇન્ડિ' બ્લોકનું વિસર્જન થશે? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં ડખા શરુ, ઉદ્ધવ ઠાકરે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
'ઇન્ડિ' બ્લોકનું વિસર્જન થશે? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં ડખા શરુ, ઉદ્ધવ ઠાકરે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં 1 - image

Delhi Assembly Election 2025 : રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ એક પછી એક મુશ્કેલીમાં ફસાઈ રહી છે. છેલ્લા થોડા સમયમાં કોંગ્રેસ(Congress)ના નેતૃત્વ હેઠળ વિપક્ષ ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન(INDIA Alliance)ના નેતાઓ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee), સમાજવાદી પાર્ટી(Samajwadi Party)ના વડા અખિલેશ યાદવ (Akhilesh Yadav), રાષ્ટ્રીય જનતા દળ(Rashtriya Janata Dal)ના નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav), જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ (Jammu and Kashmir CM Omar Abdullah) કોંગ્રેસના નેતૃત્વથી નરાજ થયા છે, તો હવે મહારાષ્ટ્ર(Maharashtra)માં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની શિવસેના યુબીટી(ShivSena UBT)ના દિગ્ગજ નેતાએ પણ ચોંકાવનારનું નિવેદન આપ્યું છે.

શિવસેના યુબીટી એકલા હાથે BMCની ચૂંટણી લડશે?

મળતા અહેવાલો મુજબ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી (BMC Election) એકલા હાથે લડવાની તૈયારીમાં હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શિવસેનાના દિગ્ગજ નેતા આવો મોટો સંકેત આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદચંદ્ર પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સામેલ છે.

આ પણ વાંચો : I.N.D.I.A.માં ફાટફૂટ! સપા-તૃણમૂલ નેતાએ AAPને સમર્થન કરતાં કોંગ્રેસ નેતા બગડ્યાં

'ઇન્ડિ' બ્લોકનું વિસર્જન થશે? દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં ડખા શરુ, ઉદ્ધવ ઠાકરે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં 2 - image

સંજય રાઉતે કોંગ્રેસ પર સાધ્યું નિશાન?

શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે (Sanjay Raut) સંકેત આપ્યો છે કે, હાલ દિલ્હીમાં જે સ્થિતિ દેખાઈ રહી છે, તેવી સ્થિતિ મુંબઈમાં પણ ઊભી થઈ શકે છે. ખાસ વાત એ છે કે, ટૂંક સમયમાં બીએમસીની ચૂંટણી યોજાઈ શકે છે. આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે, તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહાયુતિએ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની I.N.D.I.A. ગઠબંધનમાં સૂંપડાં સાફ કરી શરમજનક હાર આપી છે. ત્યારબાદ ઇન્ડિ ગઠબંધનના એક પછી એક સાથી પક્ષો કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

એવા અહેવાલો સામે આવ્યા છે કે, શિવસેના યુબીટીના નેતા એકલા હાથે ચૂંટણી લડવા માટે પાર્ટી પર દબાણ કરી રહ્યા છે. પરંતુ આ મુદ્દે હજુ સુધી શિવેસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચો : વિખેરાઈ જશે I.N.D.I.A. ગઠબંધન? મમતા, અખિલેશ, તેજસ્વી બાદ હવે અબ્દુલ્લાહના પણ સૂર બદલાયા

શિવસેનાના મુખપત્રમાં કોંગ્રેસ પર નિશાન

શિવસેનાના મુખપત્ર સામનામાં દિલ્હીની ચૂંટણીનો ઉલ્લેખ કરાયો હતો અને તેમાં લખાયું હતું કે, ‘દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હજુ પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુકાબલો છે. કોંગ્રેસ પાર્ટી મેદાનમાં છે, પરંતુ તેઓ ભાજપના બદલે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. આ મુદ્દે દિલ્હીના લોકો મુંઝવણમાં મૂકાયા છે. દેશ મોદી-શાહની તાનાશાહી વિરુદ્ધ લડી રહ્યો છે અને આવા સમયે કોંગ્રેસ ભાજપના બદલે ‘આપ’ પર કીચડ ઉછાળી રહ્યા છે.

જે દિલ્હીમાં થયું, તેવું મુંબઈમાં થઈ શકે છે : સંજય રાઉત

સંજય રાઉતે એવું પણ કહ્યું કે, ‘આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે, પરંતુ તેઓ દિલ્હીમાં અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. જે દિલ્હીમાં થઈ રહ્યું છે, તેવું મુંબઈમાં પણ થઈ શકે છે. મહત્ત્વની વાત એ છે કે, હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપે અલગ અલગ ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો : કોંગ્રેસને મોટો ઝટકો, મમતા-અખિલેશ બાદ I.N.D.I.A.ના વધુ એક સાથીનો AAPને ટેકો



Google NewsGoogle News