Get The App

PM મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ પાસે કાર નથી, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

Updated: Jan 28th, 2025


Google News
Google News
Delhi Assembly Election


Delhi Assembly Election: દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીના પગલે રાજકારણ ગરમાયું છે. પાંચ ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં સૌ કોઈની નજર અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી પર છે. આ ત્રણેય નેતાઓની પ્રચાર કરવાની સ્ટાઇલ અને લાઇફ સ્ટાઇલ મુદ્દે અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચા થતી હોય છે. આવો જાણીએ ત્રણેય નેતા કેટલી સંપત્તિના માલિક છે.

ત્રણેય નેતા પાસે પોતાની માલિકીની કાર નહીં

અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દિગ્ગજ નેતા હોવા છતાં તેમની પાસે પોતાની માલિકીની કાર નથી. તેમની જીવનશૈલીમાં પણ સમાનતા જોવા મળી છે. કેજરીવાલની સંપત્તિમાં ઘટાડો અને પત્નીની સંપત્તિમાં વધારો તેમની રાજકીય યાત્રામાં એક નોંધનીય વિરોધાભાસ સર્જે છે. રાહુલ ગાંધીની વધતી સંપત્તિ સામાજિક ન્યાયના દૃષ્ટિકોણથી વિપરિત છે. જ્યારે મોદીની સંપત્તિમાં નજીવો વધારો તેમના સાધારણ જીવનના પ્રચારને યોગ્ય ગણાવે છે.

ડ્રેસિંગ સ્ટાઇલ

અરવિંદ કેજરીવાલ રાજકારણની શરુઆતમાં ખુલ્લો શર્ટ, મફલર અને સેન્ડલ માટે ચર્ચામાં હતા. પરંતુ હવે તે પફર જેકેટમાં જ જોવા મળે છે. જેની કિંમત ખૂબ હોય છે. રાહુલ ગાંધી પણ પોતાના ડિઝાઇનર જેકેટ અને જૂતા માટે ચર્ચામાં રહે છે. જ્યારે વડાપ્રધાન મોદીના પોશાક તો હંમેશા ચર્ચાનો મુદ્દો રહે છે.

આ પણ વાંચોઃ ભાજપનું સપનું રોળાશે! નીતિશ કુમારના નવા પ્લાનથી બિહારના રાજકારણમાં હલચલ તેજ

સંપત્તિ

2024માં લોકસભા ચૂંટણી દરમિયાન આ નેતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિ અનુસાર, રાહુલ ગાંધી પાસે કુલ રૂ. 20.40 કરોડની સંપત્તિ હતી. જે કેજરીવાલ અને મોદીની તુલનાએ વધુ છે. 2025ની વિધાનસભા ચૂંટણીમાં જાહેર સોગંદનામા અનુસાર, કેજરીવાલ પાસે રૂ. 1.73 કરોડની સંપત્તિ છે. જે સૌથી ઓછી છે. પરંતુ તેમની પત્ની સુનિતા કેજરીવાલની સંપત્તિ વધી 2.51 કરોડ થઈ છે. બંનેની સંયુક્ત સંપત્તિ રૂ. 4.24 કરોડ છે. જ્યારે નરેન્દ્ર મોદીની સંપત્તિ રૂ. 3.02 કરોડથી વધુ છે.

રાહુલની સંપત્તિ વધી

રાહુલ ગાંધીની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 4.51 કરોડ વધી છે. જ્યારે મોદીની સંપત્તિ રૂ. 50.71 લાખ વધી છે. બીજી તરફ કેજરીવાલની સંપત્તિમાં રૂ. 13.5 લાખનો ઘટાડો થયો છે. પણ કેજરીવાલની પત્નીની સંપત્તિ વધી છે.

PM મોદી, રાહુલ ગાંધી અને કેજરીવાલ પાસે કાર નથી, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ 2 - image

Tags :
Delhi-Assembly-ElectionRahul-GandhiNarendra-ModiArvind-Kejriwal

Google News
Google News