I.N.D.I.A. ગઠબંધનમાં ડખા, બીજી તરફ ભાજપનો ખાસ પ્લાન તૈયાર: નીતિશ કુમારની પણ મદદ લેવાશે
Delhi Assembly Election: મહારાષ્ટ્ર વિધાનસભામાં I.N.D.I.A ગઠબંધનની કારમી હાર બાદ સપા સાથે વિવાદ અને ભંગાણ બાદ હવે દિલ્હીમાં પણ કોંગ્રેસ અને આપ વચ્ચે નારાજગી જોવા મળી છે. બંને પક્ષ હજી સુધી ભેગા થઈ મેદાન પર ઉતર્યા નથી. બીજી તરફ એનડીએ ગઠબંધન ભેગું થઈ દિલ્હીમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરતું જોવા મળ્યું છે.
એનડીએના દિગ્ગજોની યોજાઈ બેઠક
ગઈકાલે બુધવારે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના ઘર પર એનડીએના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે અમુક અન્ય પક્ષોને પણ ટિકિટ આપવા મુદ્દે ચર્ચાઓ કરી હતી. જેડીયુ, એલજેપી અને જીતન રામ માંઝીને અમુક બેઠકો ફાળવવામાં આવી શકે છે. પાછલી વિધાનસભા ચૂંટણીમાં ઘણા પક્ષોની ટિકિટ કાપી લેવામાં આવી હતી. જેનું નકારાત્મક પરિણામ આવ્યું હતું.
આ પણ વાંચોઃ અજમેરમાં ખ્વાજા સાહેબના ઉર્સ પહેલાં મોટી કાર્યવાહી, દરગાહ નજીકમાં બુલડોઝરવાળી થતાં ખળભળાટ
I.N.D.I.A ગઠબંધનમાં ડખો
I.N.D.I.A ગઠબંધન હેઠળ દિલ્હીમાં મુખ્ય પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નારાજગીનો દોર ચાલુ છે. બંને પક્ષ હજુ સુધી ભેગા થઈ મેદાનમાં ઉતર્યા નથી. કોંગ્રેસ નેતાઓએ આપ પર પોતાની યોજનાઓ મારફત લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો હતો. જ્યારે આપે સામો આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસ ભાજપ સાથે મળી કામ કરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાથી AAP નેતાઓ નારાજ છે.
એનડીએની બેઠકમાં તમામ નેતાઓ સામેલ
નડ્ડાના ઘરે આયોજિત બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેલુગુ દેશમ પાર્ટી(ટીડીપી)ના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, જેડી(યુ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, અપના દળ(એસ)ના પ્રમુખ અને કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. મંત્રી અનુપ્રિયા પટેલ, જેડી(એસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી હાજર હતા. બેઠકના એજન્ડા અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં સુશાસન અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.