દિલ્હીમાંથી કેજરીવાલને હટાવવા ભાજપે બનાવ્યો ગજબનો પ્લાન ! AAPની જેમ લાવશે ત્રણ મફત યોજના
BJP May Copy Arvind Kejriwal Free Schemes : દિલ્હીમાં ફેબ્રુઆરી-2025માં વિધાનસભા ચૂંટણી યોજાવાની સંભાવના છે, ત્યારે ત્રણ દિગ્ગજ પક્ષો ભાજપ, આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દિલ્હીમાં પોતાનો વનવાસ ખતમ કરવા માટે ગજબનો પ્લાન બનાવી દીધો છે. પ્લાન મુજબ ભાજપને આમ આદમી પાર્ટીની યોજના પસંદ આવી હોય તેવું દેખાઈ રહ્યું છે, તેથી ભાજપ દિલ્હીમાંથી કેજરીવાલને હટાવવા માટે તેમના જ હથિયારને અપનાવાવની તૈયારીમાં લાગી છે.
જો સત્તામાં આવશું તો ત્રણે યોજનાઓ ચાલુ રાખીશું : ભાજપ
દિલ્હીની આમ આદમી પાર્ટીની છેલ્લા ત્રણ ટર્મથી સત્તા સંભાળી રહી છે. AAP સરકાર અગાઉની ત્રણેય ચૂંટણીઓમાં મફત વીજળી, મફત પાણી અને મહિલાઓને મફત બસ સેવા જેવી યોજનાઓ લાવી સત્તા પર પહોંચી છે, તેથી ભાજપે વિધાનસભાની ચોથી ચૂંટણીમાં કેજરીવાલને સત્તા પરથી પછાડવા માટે મોટો પ્લાન ઘડવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો : ગૂગલ મેપના સહારે મુસાફરી કરવી ભારે પડી ! શૉર્ટકટના ચક્કરમાં કેનાલમાં ખાબકી કાર
ભાજપે કહ્યું ‘યોજના ચાલુ રહેશે’, કેજરીવાલે કહ્યું તેઓ બંધ કરી દેશે
ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે, જો તેઓ સત્તામાં આવશે તો દિલ્હીવાસીઓને મફત વીજળી, પાણી અને બસ સફરની સુવિધા મળતી રહેશે. બીજીતરફ આગામી ચૂંટણીને ધ્યાને રાખી અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે, જો ભાજપ જીતી જશે તો મફતવાળી યોજનાઓ બંધ કરી દેશે.
અમે ત્રણેય યોજનાઓ ચાલુ રાખીશું : બિધૂડી
ભાજપના મેનિફેસ્ટો કમિટીના ચેરમેન અને સાંસદ રામવીર સિંહ બિધૂડીએ પ્રેસ કોન્ફરન્સ યોજી યોજનાઓ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘જો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળશે તો અમે મફત વીજળી, મફત પાણી અને મહિલાઓ માટે મફત બસ સેવા જેવી યોજનાઓ ચાલુ રાખીશું. અમારી પાર્ટી મેનિફેસ્ટો માટે દિલ્હીવાસીઓ પાસેથી સૂચન લેશે.
‘ભાજપ યોજનાઓ બંધ કરશે, તેવો પ્રોપગેન્ડા ફેલાવાઈ રહ્યો છે’
બિધૂડીએ કહ્યું કે, ‘આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને અન્ય પાર્ટીના નેતાઓ પ્રોપગેન્ડા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, ભાજપની સરકાર બનશે તો મફતવાળી યોજનાઓ બંધ કરી દેવામાં આવશે. ભાજપ આ યોજનાઓને ચાલુ રાખવાની સાથે તેમાં સુધારાઓ પણ કરશે.’