Get The App

દિલ્હીમાં 'રાજકીય યુદ્ધ'નો શંખનાદ, આજે જાહેર થશે વિધાનસભા ચૂંટણીની તારીખ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
election commission


Assembly Election Delhi 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે (સાતમી જાન્યુઆરી) જાહેર થવાની છે. ચૂંટણી પંચ બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદમાં તારીખોની જાહેરાત કરશે. નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી એક તબક્કામાં થઈ શકે છે. આ વખતે પણ આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે.

દિલ્હીમાં 1 કરોડથી વધુ મતદારો

આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે.  જેમાં પુરુષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.

ચૂંટણી પંચે એ વિવાદ વચ્ચે દિલ્હીના મતદાતાઓની અંતિમ યાદી જાહેર કરી છે જેમાં મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના આક્ષેપો થઈ રહ્યા હતા. થોડા દિવસો પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર મતદાર યાદીમાંથી મતદારોના નામ હટાવવા માટે અરજી દાખલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દિલ્હીમાં કેટલા મતદારો વધ્યા?

દિલ્હીમાં વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં મતદારોની સંખ્યામાં 7.26 લાખ અને 2024ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 3.10 લાખનો વધારો થયો છે. 2020ની ચૂંટણી સમયે દિલ્હીમાં 1.47 કરોડ મતદારો હતા, જ્યારે ગયા વર્ષની લોકસભા ચૂંટણી સમયે દિલ્હીમાં મતદારોની સંખ્યા 1.52 કરોડથી વધુ હતી.

દિલ્હીમાં 'રાજકીય યુદ્ધ'નો શંખનાદ, આજે જાહેર થશે વિધાનસભા ચૂંટણીની તારીખ 2 - image


Google NewsGoogle News