Get The App

CM આતિશી સામે ચૂંટણી લડશે અલકા લાંબા! કાલકાજી બેઠક પર થશે રસપ્રદ મુકાબલો

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
CM આતિશી સામે ચૂંટણી લડશે અલકા લાંબા! કાલકાજી બેઠક પર થશે રસપ્રદ મુકાબલો 1 - image


Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાની વ્યૂહનીતિઓ તૈયાર કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ તો તમામ 70 બેઠકો પર ઉમેદવારોનું એલાન પણ કરી દીધુ છે. બીજી તરફ કોંગ્રેસે પણ દિલ્હીની સત્તા હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. જેમાં કાલકાજી બેઠક ખૂબ ચર્ચામાં છે, કારણ કે ત્યાંથી મુખ્યમંત્રી આતિશી ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ કોંગ્રેસે સત્તાવાર રૂપે અહીંથી હજુ ઉમેદવારનું એલાન નથી કર્યું પરંતુ અલકા લાંબાના નામ પર મહોર લાગી ચૂકી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે અત્યાર સુધીમાં 47 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતૃત્વએ સમજાવ્યા બાદ અલકા લાંબા ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે. ગયા અઠવાડિયે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ કાલકાજી બેઠક પરથી મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાની ઉમેદવારી મહોર લગાવી દીધી હતી પરંતુ તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા. આ કારણોસર કોંગ્રેસની બીજી યાદીમાં કાલકાજી બેઠકનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો. 

આ પણ વાંચો: શિંદે અને પવારને ફરી ઝટકો! એકલા હાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારીમાં ભાજપ

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતે અલકા લાંબાને પાર્ટીનો નિર્ણય સ્વીકારવા અને ચૂંટણી લડવા માટે સમજાવ્યા હતા, ત્યારબાદ તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે. કાલકાજી બેઠક સહિત દિલ્હીની બાકી રહેલી 23 બેઠકો પર કોંગ્રેસ 3 જાન્યુઆરીના રોજ ઉમેદવારો જાહેર કરી શકે છે. 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે અલકા લાંબા

અલકા લાંબા ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત વખતે કોંગ્રેસની ટિકીટ પર ચાંદની ચોક વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ એ જ બેઠક માટે દાવો કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસે ચાંદની ચોકથી મુદિત અગ્રવાલને ટિકિટ આપીને અલકા લાંબાને આતિશી સામે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 

અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે સંદીપ દિક્ષિત

કોંગ્રેસ દિલ્હીમાં મહિલા CMની સામે તેમનો સૌથી મોટો મહિલા ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતારીને આમ આદમી પાર્ટીને પડકાર આપવા માગે છે. આ વ્યૂહરચના હેઠળ સંદીપ દીક્ષિતને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે જંગપુરા વિધાનસભા બેઠક પરથી દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા છે.


Google NewsGoogle News