ભાજપે કેજરીવાલ વિરુદ્ધ પરવેશ વર્માને ચૂંટણી મેદાને ઉતાર્યા, ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે આ લિસ્ટમાં 29 ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પરવેશ વર્માને ટિકિટ આપવામાં આવી છે. વળી, મુખ્યમંત્રી આતિશી સામે રમેશ વિધૂડીને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે.
કોને કઈ બેઠક પર મળી ટિકિટ?
ભાજપે આદર્શ નગર બેઠક પરથી રાજકુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, વાંગલોઈ જાટથી મનોજ શૌકીન, મંગોલપુરી બેઠક પરથી રાજકુમાર ચૌહાણ, રોહિણી બેઠક પરથી વિજેન્દ્ર ગુપ્તા, શાલીર બાગથી રેખા ગુપ્તા, મૉડલ ટાઉનથી અશોક ગોયલ, કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ, પટેલ નગરથી રાજકુમાર આનંદ, રાજૌરી ગાર્ડનથી સરદાર મનજિંદર સિંહ સિરસા, નજકપુરીથી આશિષ સૂદ, બિજવાસન બેઠક પરથી કૈલાશ ગહેલોતને ટિકિટ આપી છે.
રમેશ બિધૂડી મુખ્યમંત્રીની સામે લડશે
આ સાથે જ નવી દિલ્હીથી પરવેશ વર્મા, જંગપુરાથી સરદાર તરવિંદર સિંહ, માલવીય નગરથી સતીશ ઉપાધ્યાય, આરકે પુરમ બેઠક પરથી અનિલ શર્મા, મહરૌલીથી ગજેન્દ્ર યાદ, છતરપુરથી કતાર સિંહ તંવર, આંબેડકર નગરથી ખુશીરામ ચુનાર, કાલકાજીથી રમેશ બુધૂડી, બદરપુરમાં નારાયણ દત્ત શર્મા, પટપડગંજથી રવિન્દ્ર સિંહ નેગી, વિશ્વાસ નગરથી ઓમ પ્રકાર વર્મા, કૃષ્ણ નગરથી અનિલ ગોયલ, ગાંધીનગરથી અરવિંદ સિંહ લવલી, સીમાપુરીથી કુમારી રિંકુ, રોહતાસ નગરથી જિતેન્દ્ર મહાજન અને ઘોંડાથી અજય મહાવરને ચૂંટણી મેદાને ઉતારવામાં આવ્યા છે.
AAP એ તમામ બેઠક પર યાદી કરી દીધી જાહેર
નોંધનીય છે AAP તમામ 70 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP) એ 15 ડિસેમ્બરે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ ઉમેદવારોની જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. કાલકાજીથી મુખ્યમંત્રી આતિશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશથી, સત્યેન્દ્ર જૈન શકુર બસ્તીથી ચૂંટણી લડશે.
26 ધારાસભ્યોની ટિકિટ કપાઈ
AAPએ 21 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે એટલે કે 25 દિવસમાં કુલ 4 યાદીમાં 70 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. આ વખતે આમ આદમી પાર્ટીએ 26 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી છે અને ધારાસભ્યોની બેઠકો બદલવામાં આવી છે.
જેમાં મનીષ સિસોદિયાની બેઠક પટપરગંજથી બદલીને જંગપુરા, રાખી બિદલાનની બેઠક મંગોલપુરીથી માદીપુર, પ્રવીણ કુમારની બેઠક જંગપુરાથી જનકપુરી અને દુર્ગેશ પાઠકની બેઠક કરવલ નગરથી બદલીને રાજેન્દ્રનગર કરવામાં આવી છે.