Get The App

'ભાજપ અને કોંગ્રેસ મળીને AAPને રોકવા માગે છે...', રાજ્યપાલના તપાસના આદેશ મુદ્દે કેજરીવાલ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
'ભાજપ અને કોંગ્રેસ મળીને AAPને રોકવા માગે છે...', રાજ્યપાલના તપાસના આદેશ મુદ્દે કેજરીવાલ 1 - image


Delhi Election 2024: દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતની ફરિયાદને ધ્યાને લઈ મુખ્ય સચિવને 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' હેઠળ રજિસ્ટ્રેશન સંબંધિત આરોપોની તપાસ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. દિલ્હીની મહિલા મતદાતાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યા બાદ આમ આદમી પાર્ટીએ આ રજિસ્ટ્રેશન અભિયાન ચલાવ્યું છે. ઉપરાજ્યપાલે દિલ્હી પોલીસ કમિશ્નરને આ વિશે તપાસ કરવાનું અને કહ્યું કે, કોઈ 'અનધિકૃત વ્યક્તિ' દિલ્હીની મહિલાઓેને પ્રસ્તાવિત 2100 રૂપિયા દર મહિને ફોર્મ ભરાવી રહ્યા છે.

દિલ્હી એલજી તરફથી તપાસનો આદેશ આપવા પર પ્રતિક્રિયા આપતાં પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, 'ભાજપ મહિલા સન્માન અને સંજીવની યોજનાથી પરેશાન છે, કારણ કે તે દિલ્હી ચૂંટણી હારી રહી છે. મહિલા સન્માન કાર્ડ, સંજીવની યોજના માટે લાખો લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઘણાં ભાજપ નેતાઓએ મને ફોન કરીને કહ્યું- અમારા માટે ચૂંટણી ખતમ થઈ ગઈ છે. ત્યારબાદ તેઓએ રજિસ્ટ્રેશન શિબિર પર હોબાળો શરુ કર્યો છે. આ યોજનાઓ માટે લોકોનું રજિસ્ટ્રેશન રોકવા માટે તે શિબિરોમાં ગુંડા મોકલી રહ્યા છે. તેઓએ રજિસ્ટ્રેશન પ્રક્રિયાને રોકવા માટે દિલ્હી પોલીસને પણ કેમ્પમાં મોકલી.'

આ પણ વાંંચોઃ 'મનમોહન સિંહની સમાધિ માટે ભાજપ થોડી જમીન પણ ન આપી શકી', કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર

ભાજપ-કોંગ્રેસ મળીને દિલ્હીમાં AAPને રોકવા ઇચ્છે છે

અરવિંદ કેજરીવાલે કહ્યું- ભાજપમાં હિંમત નથી, તેથી તેણે કોંગ્રેસના સંદીપ દીક્ષિતને ફરિયાદ નોંધાવવા કહ્યું. કોંગ્રેસ અને ભાજપ મળીને દિલ્હીમાં આમ આદમી પાર્ટીને રોકવાનું કામ કરી રહ્યા છે. પરંતુ, સફળતા નહીં મળે. આપ મહિલા સન્માન યોજના, સંજીવની યોજના માટે ખૂબ રજિસ્ટ્રેશન કરાવો. ચૂંટણી જીત્યા બાદ અમે બંને યોજના લાગુ કરીશું.'

તેઓએ કહ્યું, 'ભાજપવાળા શું તપાસ કરશે? તેમાં તપાસ કરવા માટે શું છે? આ યોજનાઓને લાગુ નથી કરવામાં આવી, આ અમારી પાર્ટીનું ચૂંટણી વચન છે. અમે કહ્યું કે, ચૂંટણી બાદ અમે આ યોજનાઓને લૉન્ચ કરીશું. ભાજપ તમામ કલ્યાણકારી યોજનાઓને બંધ કરવા માટે 2025ની ચૂંટણી લડી રહી છે. ભાજપ મહિલા સન્માન યોજના બંધ કરવા ઇચ્છે છે. જો દિલ્હીવાળોએ ભાજપને મત આપ્યા છે, તો સરકાર બનાવવા પર તે દિલ્હીના લોકોને મળી રહેલી ફ્રી વીજળી, પાણી, બસ, રીક્ષા બધું જ બંધ કરી દેશે.' 

આ પણ વાંચોઃ પોસ્ટ વિભાગે અચાનક આ સેવા બંધ કરી: પુસ્તક-મેગેઝીન ઉદ્યોગ અને વાચકોને ફટકો

ખુલ્લેઆમ પૈસા વહેંચનારા પ્રવેશ વર્મા પર કાર્યવાહી કેમ નહીં? 

આ સાથે જ અરવિંદ કેજરીવાલે ભાજપ નેતા પ્રવેશ વર્મા પર નિશાનો સાધતાં કહ્યું, 'તે ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે, મત ખરીદી રહ્યા છે. તેમની સામે કોઈ તપાસ કેમ નથી થતી, તેના પર કાર્યવાહી કેમ નથી થતી? અમે એવો કોઈ કળયુગ નથી જોયો જ્યારે ખુલ્લેઆમ પૈસા વહેંચાઈ રહ્યા હોય અને કોઈ કાર્યવાહી નથી થઈ રહી. હું દિલ્હીના મતદાતાઓને કહેવા ઇચ્છું છું- તમને કેજરીવાલ પર વિશ્વાસ છે ને? મેં વચન આપ્યું હતું, મફત વીજળી, મફત પાણી આપીશ. ભાજપે આ યોજનાઓને રોકવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ હું મારું વચન પૂરું કરીશ.'


Google NewsGoogle News