Get The App

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે અબજપતિ મેદાને ઉતર્યા, એકની પાસે તો 227 કરોડની સંપત્તિ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં બે અબજપતિ મેદાને ઉતર્યા, એકની પાસે તો 227 કરોડની સંપત્તિ 1 - image


Delhi Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ મુખ્ય પાર્ટી 'આપ', ભાજપ અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા ઉમેદવારોમાંથી ત્રણ-ચતુર્થાંશ લોકો કરોડપતિ છે. આ વખતે 155 કરોડપતિ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. ત્રણેય પાર્ટીમાંથી આવા ઉમેદવારોની સંખ્યા 2020ની વિધાનસભા ચૂંટણીમાં 153 હતી. જોકે, આ વખતે આ સંખ્યામાં વધારો નોંધાયો છે. 

સૌથી ગરીબ ઉમેદવારની પત્ની પાસે કરોડોની સંપત્તિ

2025 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સૌથી ગરીબ ઉમેદવાર કોંગ્રેસની ટિકિટ પર મોતીનગર બેઠકથી ચૂંટણી લડી રહેલાં રાજેન્દ્ર સિંહ છે. જેની પાસે ફક્ત 24 હજાર રૂપિયાની સંપત્તિ છે. પરંતુ, અહીં રસપ્રદ વાત એ છે કે, તેમની પત્ની કરોડપતિ છે. રાજેન્દ્ર સિંહની પત્ની પાસે 5.5 કરોડની સ્થાવર-જંગમ મિલકત છે. 

આ પણ વાંચોઃ જ્યાંથી 'બેટી બચાવો..' ની શરૂઆત થઈ ત્યાં જ દીકરીઓની સ્થિતિ ચિંતાજનક, સરકાર કરશે તપાસ

ભાજપે બે અબજોપતિ ઉમેદવારોને ઉતાર્યા મેદાને

નોંધનીય છે કે, 2025 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બે અબજોપતિને પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. આ બંનેએ 2020માં ચૂંટણી નહતી લડી. શકૂરબસ્તી બેઠક પરથી ચૂંટણી લડનારા ભાજપ ઉમેદવાર કરનૈલ સિંહ સૌથી ધનવાન ઉમેદવાર છે. તેમના નામ પર 227 કરોડની સ્થાવર-જંગમ મિલકત નોંધાયેલી છે. આ સિવાય ભાજપ ઉમેદવાર મનજિંદર સિંહ સિરસાના નામે પણ 1.86 અબજની સંપત્તિ નોંધાયેલી છે.

આ પણ વાંચોઃ 'ચૂંટણી બોન્ડથી રાજકીય પક્ષોને મળેલા પૈસા જપ્ત કરો...' સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશનમાં કરાઈ માગ

કઈ પાર્ટીમાં કેટલાં કરોડપતિ ઉમેદવાર?

  • કોંગ્રેસઃ 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના 77.14 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જોકે, 2020માં પાર્ટીના 83 ટકા ઉમેદવારો પાસે એક કરોડથી વધારેની સંપત્તિ હતી. 
  • આમ આદમી પાર્ટીઃ 'આપ'એ આ વખતે 70 ટકા કરોડપતિ ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. 2020ની વિધાનસભાની ચૂંટણીમાં આ આંકડો 73 ટકા હતો.
  • ભાજપઃ ભાજપે 2025ની વિધાનસભા ચૂંટણીમાં 77.14 ટકા કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે. જોકે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 70 ટકા હતો.

Google NewsGoogle News