Get The App

દિલ્હી ચૂંટણીમાં આપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં! સહયોગી પક્ષે કરી મોટી જાહેરાત...

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
CPIM


Delhi Assembly Election: લોકસભામાં I.N.D.I.A. ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને આપનો વધુ એક સમર્થક સીપીઆઈ (એમ) દિલ્હી વિધાનસભા ચૂંટણીના મેદાનમાં ઉતરતાં કોંગ્રેસ અને આપનું ટેન્શન વધ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હીમાં આ વખતે મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ પણ આ ચૂંટણીમાં પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં સીપીઆઈની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું છે.

સીપીઆઈ (એમ) છ ઉમેદવારો ઉતારશે

સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા બ્રિંદા કરાતે જણાવ્યું કે, ‘ડાબેરી પક્ષોએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. તે છ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે અન્ય બેઠકો પર ડાબેરી પક્ષો ભાજપ વિરુદ્ધ લડનારા સૌથી મજબૂત ઉમેદવારોને સમર્થન આપશે.’

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં એક સામાન્ય વ્યક્તિએ 10000 કરોડનો ખેલ કર્યો! 269 બેન્કોથી રકમ ટ્રાન્સફર કરી

છમાંથી બે બેઠક પર સીપીઆઈ (એમ) ચૂંટણી લડશે

બ્રિંદા કરાતે આઠમા ઝારખંડ રાજ્ય મહાધિવેશનમાં ભાગ લેતાં જણાવ્યું કે, ‘સીપીઆઈ (એમ) દિલ્હીમાં છમાંથી બે બેઠકો પર ચૂંટણી લડશે. ડાબેરી પક્ષો દેશની રાજધાની દિલ્હીમાં ભાજપની હાર માટે સંભવિત તમામ પ્રયાસો કરશે. જેથી તમામ બેઠકો પર ભાજપ વિરુદ્ધ મજબૂત ઉમેદવારોને સમર્થન આપીશું.’

દિલ્હીમાં ચૂંટણી ક્યારે?

ચૂંટણી પંચે મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. દિલ્હીની 70 બેઠકો માટે એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન 5 ફેબ્રુઆરી 2025ના રોજ થશે અને પરિણામો 8 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવશે.

દિલ્હી ચૂંટણીમાં આપ-કોંગ્રેસ બંને ટેન્શનમાં!  સહયોગી પક્ષે કરી મોટી જાહેરાત... 2 - image


Google NewsGoogle News