29 ડિસેમ્બરે દિલ્હીમાં મોટી રેલી કરશે વડાપ્રધાન મોદી, અનેક પરિયોજનાઓનો થશે શુભારંભ
Delhi Assembly Election 2025: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જે પહેલા દિલ્હીની જનતાને અનેક મોટી પરિયોજનાઓની ભેટ મળશે. દિલ્હીમાં કેટલાક મોટા પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ચૂક્યા છે, જેને ટુંક સમયમાં જ જનતાની સુવિધા માટે શરૂ કરી દેવાશે.
વડાપ્રધાન મોદી આ મહિને 29 તારીખે રોહિણીના જાપાની પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. જ્યારબાદ 3 જાન્યુઆરીએ શાહદરા સ્થિત સીબીટી ગ્રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી રેલી દરમિયાન તે પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે, જેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
કેન્દ્ર સરકારની મોટી પરિયોજનાઓ
કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીમાં મોટી પરિયોજનાઓમાંથી એક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી બનાવવામાં આવેલી દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વેનું કામ ચાલી રહ્યું છે, જેનો પહેલો ફેઝ પૂર્ણ રીતે તૈયાર છે. તેનાથી યમુનાપારમાં ટ્રાફિકનું પ્રેશર ઓછું કરી શકાશે. વડાપ્રધાન મોદી તેનું ઉદ્ધાટન કરી શકે છે.
તેની સાથે દિલ્હી-મેરઠ રીજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેના માટે સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનનું ટ્રાયલ ઘણાં સમયથી ચાલી રહ્યું છે. દિલ્હીના લોકોને સાહિબાબાદથી ન્યૂ અશોક નગર સ્ટેશનના સેક્શન સુધી નમો ભારત ટ્રેનનું સંચાલન પણ શરૂ કરાઈ ચૂક્યું છે. તેનું ટ્રાયલ પોતાના અંતિમ તબક્કામાં છે. તેવામાં ચૂંટણીને નજીકથી જોતા વડાપ્રધાન મોદી તેનો શુભારંભ કરી શકે છે.
સાહિબાબાદના રસ્તે આનંદ વિહાર જશે વડાપ્રધાન મોદી
માહિતી અનુસાર, 29 ડિસેમ્બરે આરઆરટીએસના ન્યૂ અશોક નગર અને આનંદ વિહાર સ્ટેશનનો ઉદ્ધાટન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી સાહિબાબાદના રસ્તે દિલ્હી પહોંચશે. વડાપ્રધાન મોદીના આવતા પહેલા જ કાર્યક્રમ માટે તૈયારીઓ તેજ થઈ ગઈ છે.
આ પણ વાંચો: 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસને I.N.D.I.A.થી બહાર કરાશે: AAPનું અલ્ટિમેટમ
નરેલા અને નત્થૂ પુરા મેટ્રો કોરિડોરનો શિલાન્યાસ
કેન્દ્ર સરકાર સિવાય દિલ્હી મેટ્રોની પરિયોજનાઓની વાત કરીએ તો, ચોથા ફેઝ હેઠળ જનકપુરી પશ્ચિમથી કૃષ્ણા પાર્ક એક્સટેન્શન વચ્ચે ભૂમિગત કોરિડોરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાઈ ચૂક્યું છે. તેના માટે મેટ્રો રેલ સંરક્ષણ આયોગ (સીએમઆરએસ) તરફથી મેટ્રોના પરિચાલન માટે પણ મંજૂરી અપાઈ ચૂકી છે. દિલ્હી વાળાને વડાપ્રધાન મોદી આ પરિયોજનાઓની ભેટ પણ આપી શકે છે. તે સિવાય રિઠાલાથી નરેલા અને નત્થૂ પુરા મેટ્રો કોરિડોરનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદી કરી શકે છે.