Get The App

દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10મી નવેમ્બર સુધી રહેશે બંધ, પ્રદૂષણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

આ સમયગાળા દરમિયાન ધોરણ 6થી 12 માટે ઓનલાઈન વિકલ્પ આપવામાં આવ્યો

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10મી નવેમ્બર સુધી રહેશે બંધ, પ્રદૂષણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય 1 - image


Delhi air pollution : દિલ્હીમાં હવા સતત ઝેરી બની રહી છે અને વાયુ પ્રદૂષણ (Delhi Air Pollution)ની દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ પ્રદૂષણના સ્તરને ધ્યાને રાખીને પ્રાથમિક શાળાઓ 10મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીના શિક્ષણ મંત્રીએ નિર્ણય કર્યો

દેશની રાજધાની દિલ્હીમાં ઝેરી હવામાંથી રાહત મળવાની હાલ કોઈ સંભાવના દેખાઈ રહી નથી અને વાતાવરણ સુધરતું નથી. હવાની ગુણવત્તા હજુ પણ ગંભીર સ્થિતિમાં છે તેમજ વાયુ પ્રદૂષણને કારણે લોકોની હાલત ખરાબ છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી (Atishi)એ વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ ધોરણ 6થી 12 સુધીના વર્ગો ઓનલાઈન શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ 10મી નવેમ્બર સુધી રહેશે બંધ, પ્રદૂષણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય 2 - image


Google NewsGoogle News