Get The App

AAPને મોટો ફટકો, વરિષ્ઠ નેતા અને મંત્રી રહેલા દિગ્ગજના કેસરિયા, દીકરો પણ ભાજપમાં જોડાયો

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
Harsharan Singh Balli


AAP Leader Joins BJP: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને ઝાટકો વાગ્યો છે. વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરદાર હરશરણસિંહ બલ્લી AAP છોડી ભાજપમાં સામેલ થયા છે. દિલ્હી ભાજપાધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ બલ્લીનું પક્ષમાં સ્વાગત કર્યુ હતું. 

પિતા-પુત્રે આપને આપ્યો ફટકો

હરશરણ સિંહ બલ્લીએ રવિવારે દિલ્હી ભાજપાધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને તેમના જૂના સહયોગી સુભાષ આર્ય અને સુભાષ સચદેવાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તેમના પુત્ર અને આપનો યુવા ચહેરો સરદાર ગુરમીત સિંહ રિંકુ બલ્લી પણ ભાજપમાં જોડાયા છે.



પક્ષ પલટામાં માહિર

સરદાર હરશરણ સિંહ પહેલાં ભાજપમાં જ હતાં. જ્યારે 2013માં તેમને ટિકિટ ન મળી તો તેઓ પક્ષ બદલી કોંગ્રેસમાં જોડાયા હતા. તે સમયે આપના ઉમેદવારે આકરી ટક્કર આપી હરાવ્યા હતાં. બાદમાં ફરી પાછા ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 2020માં આપમાં સામેલ થયાં. હવે ફરી પાછા ભાજપમાં સામેલ થયા છે.

કોણ છે હરશરણ સિંહ બલ્લી?

સરદાર હરશરણ સિંહ બલ્લી દિલ્હીની હરિનગર બેઠક પરથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રથમ વખત 1993માં ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2013માં અંતિમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ મદનલાલ ખુરાના સરકારમાં પણ મંત્રી હતા. ઉદ્યોગ, શ્રમ, જેલ, ભાષા અને ગુરૂદ્વારા પ્રશાસન સહિત અનેક વિભાગોની જવાબદારી સંભાળી છે.

AAPને મોટો ફટકો, વરિષ્ઠ નેતા અને મંત્રી રહેલા દિગ્ગજના કેસરિયા, દીકરો પણ ભાજપમાં જોડાયો 2 - image


Google NewsGoogle News