Get The App

પ્રજાસત્તાક દિવસ પૂર્વે દિલ્હી પોલીસે હથિયારોનો ભંડાર પકડ્યો, બે તસ્કરની ધરપકડ, સપ્લાયર ફરાર

પોલીસે બંને પાસેથી 12 પિસ્તોલ, 30 કારતૂસ અને એક કાર કબજે કરી હતી

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
પ્રજાસત્તાક દિવસ પૂર્વે દિલ્હી પોલીસે હથિયારોનો ભંડાર પકડ્યો, બે તસ્કરની ધરપકડ, સપ્લાયર ફરાર 1 - image


Delhi police news | ઉત્તર જિલ્લા પોલીસે પ્રજાસત્તાક દિવસથી પહેલા હથિયારોનો મોટો ભંડાર પકડ્યો હતો. પોલીસે હથિયારોની તસ્કરી કરનારા બે તસ્કરોની ધરપકડ કરી હતી. જોકે આ હથિયારોનો સપ્લાયર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. 

આરોપીઓની ઓળખ થઈ જાહેર 

ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક હરિયાણાના રોહતકના અશોક નગરનો રહેવાશી ધર્મપાલ અને નિંદાના ગામના સુમિત તરીકે થઇ હતી. પોલીસે બંને પાસેથી 12 પિસ્તોલ, 30 કારતૂસ અને એક કાર કબજે કરી હતી.  

સપ્લાયર થયો ફરાર 

પોલીસ અધિકારીએ કહ્યું કે હવલદાર રાકેશ સિંહને બાતમી મળી હતી કે મેરઠનો વતની અનુજ ગેરકાયદે હથિયારોની સપ્લાય કરવા માટે મોરિસ નગર આવશે. તે ધર્મપાલ અને સુમિતને હથિયાર સપ્લાય કરશે. નિરીક્ષક સુરેન્દ્ર સિંહના નેતૃત્વમાં પોલીસ ટીમે દિલ્હી યુનિવર્સિટીના મેટ્રો સ્ટેશનની નજીક છટકું ગોઠવ્યું. સાંજે પોલીસને શંકાસ્પદ કાર આવતી દેખાઈ. ત્યારે કાર્યવાહી કરીને બેની ધરપકડ કરવામાં આવી જ્યારે અનુજ નામનો સપ્લાયર ત્યાથી ફરાર થઈ ગયો હતો. 

પ્રજાસત્તાક દિવસ પૂર્વે દિલ્હી પોલીસે હથિયારોનો ભંડાર પકડ્યો, બે તસ્કરની ધરપકડ, સપ્લાયર ફરાર 2 - image


Google NewsGoogle News