તાપમાન 66 ડિગ્રી, લોકોને ઘરમાં જ રહેવા સલાહ: ભારત જ નહીં દુનિયામાં રેકોર્ડ તોડી રહી છે ગરમી
Image Envato |
Weather Update: સમગ્ર ભારત હાલમાં ભયંકર ગરમીનો સામનો કરી રહ્યું છે. હાલમા દિલ્હીનું તાપમાન 52.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, ત્યારે લોકો ત્રાહિંમામ પોકારી ગયા છે. તો ઈરાનનું તાપમાન 66 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયુ છે. વિશ્વમાં સતત વધતુ હીટવેવ તાપમાનનો રેકોર્ડ તોડી રહ્યું છે. 2022ના જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ગયા વર્ષે એટલે કે 2023માં ચીનના એક ગામમાં 52 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો સામનો કરી રહ્યું હતું. તો વર્ષ 2021માં ઈટાલીના સિસિલીમાં પારો 48.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
સતત ગરમ થઈ રહ્યા છે, ધરતી, હવા અને પાણી
શું થઈ રહ્યું છે? ધરતી સતત વધુ ગરમ થઈ રહી છે. તેમજ હવા, પાણી પણ સતત ગરમ થઈ રહ્યું છે, અથવા આ એક અસ્થાયી સમસ્યા છે? દિલ્હીના મુંગેશપુરમાં જે પારો જોવા મળ્યો તેને લઈને ઘણી કન્ફ્યુજન છે. હવામાન વિભાગ મનાઈ કરી રહ્યું છે, પરંતુ તાપમાન તો સતત વધી રહ્યું છે. તેને કેવી રીતે ઈનકાર કરી શકે? તાપમાનનો પારો હોય છે 43 ડિગ્રી છે, અને અનુભવ 50 ડિગ્રી સેલ્સિયસ જેવો લાગે છે.
અહીં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ પર
ગયા વર્ષે જુલાઈ મહિનામાં ઈરાનના તાપમાનનો પારો 66 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. તો હાલમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પહેલાથી જ રેકોર્ડ બ્રેક તાપમાનનો અનુભવ કરી રહ્યા હતા. એટલે કે આ વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો ક્યારેક ક્યારેક આ પારો તેનાથી ઉપર પણ જતો રહે છે.
ઈરાને સાર્વજનિક રજા જાહેર કરી
ઈરાનમાં 66 ડિગ્રી સેલ્સિયસ પર પારો પહોંચી ગયો હતો, જેના કારણે ઈરાને સાર્વજનિક રજા જાહેર કરવી પડી. અને વૃદ્ધોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. કારણે કે, આટલી ગરમીમાં માણસોનું મોત થઈ જાય છે. એટલે તેનો અર્થ એ છે કે તે જીવલેણ છે. માનવ શરીર આ તાપમાનને સહન કરી શકતું નથી. જ્યારે તાપમાનનો પારો ઘણો ઊંચો જતો રહે છે, ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે નહીં તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અત્યારે આપણે 45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ગરમી સહન કરી રહ્યા છીએ, અને આ તાપમાન હવે 50 ડિગ્રી પહોંચવામાં ઘણો સમય નહીં લાગે.
કેમ તૂટી રહ્યો છે ગરમીનો રેકોર્ડ ?
આ માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે. જેમા સતત પેટ્રોલ અને ડીઝલનો વધતો ઉપયોગ. જંગલો કાપવા અને ઉદ્યોગનો સતત વધારો થવો. આ દરેકથી ગ્રીનહાઉસ વાયુઓનો જમાવડો થાય છે. મોટે ભાગે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. જેના કારણે ધરતીના વાતાવરણમાં ગરમી થાય છે. જેના કારણે પૃથ્વી પર રહેલી દરેક વસ્તુનું સરેરાશ તાપમાન વધી જાય છે. પછી તે જમીન હોય, પાણી હોય કે હવા હોય. તેના કારણે ઋતુમાં પરિવર્તન થાય છે. આ વિવિધ કારણોસર અતિશય ગરમીની ઘટનાઓ એટલે કે હીટવેવ વધવા લાગે છે.
વિશ્વની સરેરાશ ગરમી કરતા ભારતમાં ગરમી હજુ પણ ઓછી
ઈંગ્લેન્ડની કાર્બન બ્રીફ નામની સંસ્થાએ એક રિપોર્ટ આપ્યો હતો કે, વર્ષ 2013 અને 2023 વચ્ચે પૃથ્વીના તાપમાનમાં 40 ટકાનો વધારો થયો છે. અને તેમા પણ ખાસ કરીને એન્ટાર્કટિકા તરફ વધારે છે. ભારતમાં ગરમી હજુ પણ વૈશ્વિક લેવલે સરેરાશ તાપમાન કરતાં ઓછી છે. એપ્રિલ 2024 સતત 11મો સૌથી ગરમ મહિનો હતો. મે 2023 થી એપ્રિલ 2024 સુધીના દરેક મહિનાઓ પૂર્વ-ઔદ્યોગિક સમયગાળા એટલે કે વર્ષ 1850-1900 ની તુલનામાં 1.61 ડિગ્રી સેલ્સિયસ ગરમ હતું