Get The App

ખુશનુમા હવામાન માટે જાણીતા દહેરાદૂનમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચ્યો

તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી જાય તેવી શકયતા

ઉનાળામાં હવા ખાવાના સ્થળોએ પણ વધતી જતી ગરમી

Updated: May 31st, 2024


Google NewsGoogle News
ખુશનુમા હવામાન માટે જાણીતા દહેરાદૂનમાં  તાપમાનનો પારો 43  ડિગ્રીની નજીક પહોંચ્યો 1 - image


દહેરાદૂન, ૩૧ મે,૨૦૨૪,શુક્રવાર 

એક સમય હતો તાપમાનનો પારો ૪૨ ડિગ્રી જેટલો ગુજરાત અને રાજ્સ્થાનના સપાટ પ્રદેશોમાં જોવા મળતો હતો. જયારે દહેરાદૂન અને મસૂરી જેવા હવા ખાવાના ઠંડા સ્થળો તરીકે જાણીતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી જળવાયુ પરિવર્તનની અસરના કારણે દેશના વિવિધ વિસ્તારોમાં ગરમી વધી રહી છે જેમાંથી ખૂશનુમા હવામાન માટે જાણીતા દહેરાદૂન અને મસૂરી જેવા સ્થળો પણ બાકાત રહયા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ૩ દિવસ દહેરાદૂનમાં તાપમાનનો મહતમ પારો વધીને ૪૨ને પાર કરી જતા લોકોએ ૧૦ વર્ષમાં પહેલીવાર સૌથી વધારે કાળઝાળ ગરમી અનુભવી હતી. રાત્રે ન્યુનતમ પારો ૨૯.૩ ડિગ્રી રહયો હતો. આમ લઘુતમ અને મહતમ તાપમાન વચ્ચેનો ગાળો ઘટયો હતો. રાત્રીનું તાપમાન સામાન્ય કરતા ૭ ડિગ્રી વધારે જોવા મળ્યું હતું. સપાટ મેદાની પ્રદેશો જ નહી પહાડી વિસ્તારોમાં પણ ગરમી ત્રાહિમામ મચાવી રહયો છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર જુનના પ્રથમ સપ્તાહ પછી ગરમ હવાઓમાંથી રાહત મળવાની શકયતા છે. 


Google NewsGoogle News