દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 300 ‘પાકિસ્તાની’ પણ મત આપે તેવી શક્યતા, વોટર આઈડી માટે કરી અરજી
Delhi Assembly Election 2025: દેશની રાજધાની દિલ્હીમાં હવે ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ દ્વારા આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષોએ પણ પોતાના સ્તરે ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. ચૂંટણી પ્રચારની સાથે ચૂંટણીની જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. દિલ્હીના ચૂંટણી મેદાનમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની સાથે ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રાજકીય પક્ષો તરીકે ઉભા છે. આ વચ્ચે હવે વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. પાકિસ્તાનના અત્યાચારોથી છુટકારો મેળવવા માટે ભારત આવી ગયેલા પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓએ ભારત સરકાર પાસે મોટી માગ કરી છે. જો તેમની માગ પુરી થશે તો તેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પણ કરી શકશે. આ સાથે જ લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકશે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના આ હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.
પાકિસ્તાનથી આવેલા હિંદુઓએ સરકારને કરી આ વિનંતી
હકીકતમાં, પાકિસ્તાનથી આવેલા હિંદુઓએ સરકારને વિનંતી કરી છે કે અમારું ચૂંટણી કાર્ડ અથવા વોટિંગ આઈડી કાર્ડ વહેલી તકે બનાવવામાં અમે પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકીએ. પાકિસ્તાનના લગભગ 300 હિન્દુઓએ વોટર કાર્ડ માટે અરજી કરી છે. તેમને આશા છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમનું ચૂંટણી કાર્ડ તૈયાર થઈને આવી જશે અને તેઓ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. તમને જણાવી દઈએ કે, આ લોકો પાકિસ્તાનના અત્યાચારોથી બચીને ભારત પહોંચ્યા છે. ભારત સરકારે તેમને શરણાર્થીનો દરજ્જો આપ્યો છે. આ લોકો હવે ભારતનો હિસ્સો બનીને રહેવા માગે છે. આ ઉપરાંત તેઓ દેશની ડેમોક્રેટિક સિસ્ટમનો પણ હિસ્સો બનવા માગે છે.
ઘણા લોકો માટે આ પહેલી તક
પાકિસ્તાનથી ભારત આવી પહોંચેલા લગભગ 300 હિન્દુઓએ વોટર કાર્ડ બનાવવા માટે અરજી કરી છે. આમાંના ઘણા લોકો એવા છે જેઓ પોતાના આખા જીવનમાં પ્રથમ વખત મતદાન કરશે. આ સાથે જ એવા લોકોની પણ મોટી સંખ્યા છે, જેઓ પાકિસ્તાનમાં વોટિંગ કરતા રહ્યા છે. આ લોકો ઘણા વર્ષો પહેલા પોતાનો દેશ છોડીને ભારત આવી જવાના કારણે મતદાનથી વંચિત છે. હવે ફરી એકવાર તેઓને આશા છે કે વોટર આઈડી કાર્ડની રજૂઆત બાદ તેઓ લોકશાહી પ્રણાલીનો ભાગ બની જશે અને મતદાન કરી શકશે. ભારતની નાગરિકતા મળવા પર પાકિસ્તાની હિન્દુઓએ મોદી સરકારનો આભઆર પણ માન્યો છે.