Get The App

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની તબિયત લથડી, AIIMSમાં કરાયા દાખલ

Updated: Jul 11th, 2024

GS TEAM


Google News
Google News
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની તબિયત લથડી, AIIMSમાં કરાયા દાખલ 1 - image


Defense Minister Rajnath Singh Admitted Delhi AIIMS : દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને AIIMS હોસ્પિટલના પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMS દિલ્હી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પીઠમાં દુ:ખાવાની સમસ્યાના કારણે ગુરુવારે સવારે જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને તબીબો દેખરેખ રાખી રહ્યા છે.

રાજનાથ સિંહની બુધવારે મોડી રાત્રે તબિયત બગડી

મળતા અહેવાલો મુજબ રાજનાથ સિંહની બુધવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડી હતી. તેમણે પીઠમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, જેના કારણે તેમણે મોડી રાત્રે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને એઈમ્સના પ્રાઈવેટ વૉર્ડમાં દાખલ કરાયા છે. હાલ ન્યૂરો સર્જન ડૉ.અમોલ રહેજા તેમની સારવાર કરી રહ્યા છે. એમ્સ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને ટુંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

રાજનાથ સિંહે ગઈકાલે ઉજવ્યો જન્મ દિવસ

ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહે 10મી જુલાઈએ પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તમામ નેતાઓએ તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો. આ ઉપરાંત ભાજપના ઘણાં નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચી જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.

Tags :