સેનામાં મેટરનિટી લીવનો ભેદભાવ દૂર કરી સમાન રજાઓનો નિયમ લાગુ, રાજનાથ સિંહે પ્રસ્તાવને મંજુરી આપી
સેનાની તમામ મહિલાઓને અધિકારીઓ અને રેન્ક ધરાવતા અધિકારીઓની જેમ એક સમાન રજાઓ અપાશે
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનામાં સામેલ તમામ મહિલાઓની રજાઓ અંગેના પ્રસ્તાવને મંજુરી આપી
નવી દિલ્હી, તા.05 નવેમ્બર-2023, રવિવાર
સરકારે સેનામાં સામેલ મહિલાઓની મેટરનિટી લીવ (Maternity Leave)નો ભેદભાવ દુર કરી બધા માટે સમાન રજાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સરકારે સશસ્ત્ર દળો (Armed Forces)માં રેંક મુજબ અપાતી મેટરનિટી લીવના ભેદભાવને દુર કર્યો છે. હવે મહિલા સૈનિકો, ખલાસીઓ અને વાયુ સેનાને મેટરનિટી લીવ, શિશુની સારસંભાળ, બાળકને કાયદેસર દત્તક લેવા પર એક અધિકારીની જેમ રજાઓ મળશે.
રાજનાથ સિંહે પ્રસ્તાવ મંજૂર કર્યો
સંરક્ષણ મંત્રાલય (MOD)ના જણાવ્યા મુજબ, સશસ્ત્ર દળોમાં રેંક મુજબ અપાતી મેટરનિટી, શિશુ સારસંભાળ તેમજ બાળકને દત્તક લેવા માટેની રજાઓનો ભેદભાવ દુર કરી હવે સેનાની તમામ મહિલાઓને સમાન રજાઓ અપાશે. આ માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) એક પ્રસ્તાવને પણ મંજુરી આપી દીધી છે.
મહિલાઓ માટે લાગુ થશે સમાન રજાઓ
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા નિયમ મુજબ અધિકારીઓ અને રેન્ક ધરાવતા અધિકારીઓની જેમ જ સેનામાં સામેલ તમામ મહિલાઓને એક સમાન રજાઓ લાગુ થશે.