Get The App

શિવરાજ સિંહ સહિત ભાજપના બે નેતાઓ સામે દાખલ થશે માનહાનિનો કેસ, જબલપુરની કોર્ટે આપ્યો આદેશ

- વિવેક તન્ખાએ વીડી શર્મા, શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂપેન્દ્ર સિંહ વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
શિવરાજ સિંહ સહિત ભાજપના બે નેતાઓ સામે દાખલ થશે માનહાનિનો કેસ, જબલપુરની કોર્ટે આપ્યો આદેશ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર

Defamation Case Against BJP Leaders: જબલપુરની એક વિશેષ કોર્ટે કોંગ્રેસના રાજ્યસભા સદસ્ય વિવેક તન્ખાની અરજી પર શનિવારે ભારતીય જનતા પાર્ટીની મધ્ય પ્રદેશ યુનિટના પ્રમુખ વીડી શર્મા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 

અરજદારના વકીલ એચ.એસ. છાબરાએ જણાવ્યું કે સાંસદ-ધારાસભ્ય મામલે સંબંધિત ન્યાયિક મેજિસ્ટ્રેટ વિશ્વેશ્વરી મિશ્રાની વિશેષ કોર્ટે પોતાના આદેશમાં પ્રથમ દૃષ્ટિએ કેસ માટે પૂરતા પુરાવા મળ્યા બાદ માનહાનિનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. ગત વર્ષે 29 એપ્રિલના રોજ તન્ખાએ માનહાનિના કેસમાં કોર્ટમાં પોતાનું પ્રારંભિક નિવેદન નોંધાવ્યુ હતું. તન્ખા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ છે.

વિવેક તન્ખાએ BJP નેતાઓ પર લગાવ્યા આ આરોપ

વિવેક તન્ખાએ આરોપ લગાવ્યો કે બીજેપી નેતાઓઓ તેમની છબી કલંકિત કરતા ખોટો દાવો કર્યો હતો કે, તેઓ 2021ની પંચાયત ચૂંટણીમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) આરક્ષણ સાથે સંબંધિત સર્વોચ્ચ અદાલતના કેસમાં સામેલ હતા. તન્ખાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તેમણે ન તો ઓબીસી આરક્ષણ સંબંધિત કોઈપણ અદાલતી કાર્યવાહીમાં ભાગ લીધો છે કે ન તો આ મુદ્દે કોઈ અરજી દાખલ કરી છે.

વિવેક તન્ખાએ ત્રણેય નેતાઓને મોકલી નોટિસ

વિવેક તન્ખાએ વીડી શર્મા, શિવરાજ સિંહ ચૌહાણ અને ભૂપેન્દ્ર સિંહ વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વિવેક તન્ખાએ શિવરાજ સિંહ ચૌહાણ, વીડી શર્મા અને ભૂપેન્દ્ર સિંહ ત્રણેય નેતાઓને નોટિસ મોકલી હતી. વિવેક તન્ખા દ્વારા ભાજપના નેતાઓને જે નોટિસ મોકલવામાં આવી હતી તેમાં નેતાઓને માફી માંગવા માટેની વાત કહેવામાં આવી હતી. 



Google NewsGoogle News