રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં ન થઈ સુનાવણી, વકીલોની હડતાળ બની કારણ
રાહુલે 2018માં ગૃહમંત્રી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી
સુલ્તાનપુર કોર્ટમાં આગામી સુનાવણી બે એપ્રિલે હાથ ધરાશે
Rahul Gandhi Defamation Case : સુલ્તાનપુરની કોર્ટે આજે કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી સ્થગિત કરી છે. વકીલોની હડતાળના કારણે આ કેસમાં સુનાવણી થઈ શકી નથી. હવે આ કેસમાં બે એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા ભાજપ નેતા વિજય મિશ્રાએ અરજી દાખલ કરી હતી.
વકીલોની હડતાળના કારણે સુનાવણી સ્થગિત
વકીલ સંતોષ પાંડેએ જણાવ્યું કે, માનહાનીના કેસમાં આજે સુનાવણી થવાની હતી, જોકે વકીલો હડતાલ પર હોવાથી અને કોર્ટના કામકાજથી દૂર રહ્યા હોવાથી સુનાવણી થઈ શકી નથી. રાહુલ ગાંધીએ વર્ષ 2018માં ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા આ જ વર્ષે તેમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ગત વર્ષે ડિસેમ્બરમાં રાહુલ વિરુદ્ધ વૉરન્ટ જારી કર્યું હતું.
રાહુલ ગાંધીને અગાઉ જામીન મળ્યા હતા
આ કેસમાં 20 ફેબ્રુઆરી-2024ના રોજ ફરી સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં રાહુલ ગાંધી અમેઠીમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અટકાવી કોર્ટ આવ્યા હતા, જેમાં તેમને જામીન મળ્યા હતા.
2018નો શું છે મામલો?
રાહુલ ગાંધીએ વર્ષ 2018માં બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Sha) વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે સમયે ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ અંગે વિજય મિશ્રાએ કહ્યું કે, આ ઘટના બની, ત્યારે હું ભાજપનો જિલ્લા ઉપાધ્યક્ષ હતો. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહને હત્યારા કર્યા હતા. જ્યારે મેં તેમના આક્ષેપો અંગે સાંભળ્યું તો મને ખુબ દુઃખ થયું, કારણ કે હું ભાજપનો કાર્યકર્તા છું. મેં મારા વકીલ દ્વારા ફરિયાદ નોંધાવી અને આ કેસ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યો છે.
રાહુલ ગાંધી દોષિત જાહેર થશે તો કેટલી સજા?
વિજય મિશ્રાએના વકીલ સંતોષ કુમારે તે સમયે કહ્યું હતું કે, જો રાહુલ ગાંધીને પૂરતા પુરાવા મળશે, તો તેમને વધુમાં વધુ બે વર્ષની જેલની સજા થઈ શકે છે. રાહુલ ગાંધીએ 2018માં બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને તેમને હત્યારા કહ્યા હતા. તેમના પર વિજય મિશ્રા નામના ભાજપના કાર્યકર્તાએ 2018ની ચોથી ઓગસ્ટે જિલ્લા અને સેશન કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જજ યોગેશ કુમાર યાદવે આ કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું.