Get The App

મણિપુરમાં હિંસા વચ્ચે ભાજપના CMની ખુરશી ડામાડોળ? બેઠકમાં 37માંથી 19 ધારાસભ્યો 'ગાયબ'

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
મણિપુરમાં હિંસા વચ્ચે ભાજપના CMની ખુરશી ડામાડોળ? બેઠકમાં 37માંથી 19 ધારાસભ્યો 'ગાયબ' 1 - image


Manipur Violence: મણિપુરમાં હિંસાની આગમાં હવે ભાજપ સરકાર સળગી રહી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુરમાં નોંગથોમ્બમ બિરેન સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અનેક ધારાસભ્યોએ મુખ્યમંત્રીની બેઠકમાં ભાગ ન લેતા ભાજપમાં આંતરિક વિખવાદ વધી ગયો હતો. મંગળવારે (19મી નવેમ્બર) મુખ્યમંત્રી બિરેન સિંહની અધ્યક્ષતામાં એનડીએની બેઠકમાં ભાજપના 37માંથી 19 ધારાસભ્યોએ ભાગ લીધો ન હતો. આ ધારાસભ્યોમાં બંને સમુદાયના નેતાઓનો સમાવેશ થાય છે.

છ મૈતેઈ સમુદાયના લોકોની હત્યાની આશંકા

અહેવાલો અનુસાર, એનડીએની આ બેઠકમાં 'કુકી આતંકવાદીઓ' સામે સંપૂર્ણ તાકાતથી કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ આતંકવાદીઓએ જીરબામમાં વિસ્થાપિત લોકો માટે બાંધવામાં આવેલા આશ્રયસ્થાનમાં છ મૈતેઈ સમુદાયના લોકોની હત્યા કરી હોવાની શંકા છે. એવા અહેવાલો છે કે સીએમ સચિવાલયે 11 એનડીએ સભ્યોને બેઠકમાં ગેરહાજર રહેવા માટે નોટિસ મોકલી છે. આ સભ્યોમાં મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: VIDEO: ભાજપનો મહાવિકાસ અઘાડી પર મોટો આરોપ, સુધાંશુ ત્રિવેદીએ કહ્યું- 'સુપ્રિયા સુલેએ બિટકોઈનથી ફંડ મેળવ્યું'


ભાજપ સરકાર પર સંકટના વાદળો

મુખ્યમંત્રી બિરેન સિંહે એક વીડિયો સંદેશ જારી કરીને લોકોની સુરક્ષા માટે તમામ શક્ય પગલાં લેવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે કોઈપણ સમુદાયના ભેદભાવ વિના લોકોની સુરક્ષા કરશે.' આ હિંસા મામલે યોગ્ય પગલાં લેવા માટે રવિવારે બેઠક માટે ભાજપના તમામ ધારાસભ્યો અને તેના સાથી પક્ષોને પત્રો મોકલવામાં આવ્યા હતા. આના થોડા કલાકો પહેલા મેઘાલયના સીએમ કોનરાડ સંગમાની પાર્ટી NPPએ NDA સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. એનપીપીએ કહ્યું હતું કે, 'મુખ્યમંત્રી સંકટનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ પછી ભાજપ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે.'

મણિપુર વિધાનસભાની સ્થિતિ

મણિપુરમાં 60 સભ્યોની વિધાનસભામાં NDAને 53 ધારાસભ્યોનું સમર્થન છે. આ ગઠબંધનમાં NPPના સાત ધારાસભ્યો, નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના પાંચ, JD(U)ના એક અને ત્રણ અપક્ષ ધારાસભ્યો સામેલ છે, જેમાંથી એક કુકી સમુદાયનો છે. ભાજપના 37 ધારાસભ્યોમાંથી, સાત કુકી સમુદાયના છે, અને તે બધા બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે NPPના સાતમાંથી ચાર ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો, તેમ છતાં પક્ષ હવે બીરેન સિંહ સરકારને ટેકો આપતો નથી.

મણિપુરમાં હિંસા વચ્ચે ભાજપના CMની ખુરશી ડામાડોળ? બેઠકમાં 37માંથી 19 ધારાસભ્યો 'ગાયબ' 2 - image


Google NewsGoogle News