રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: 22મી જાન્યુઆરીએ આ નવ રાજ્યોમાં અડધા દિવસની રજા જાહેર
રામલલા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે
Ram Mandir Inauguration Holiday: અયોધ્યામાં 22મી જાન્યુઆરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. જેને લઈને આખા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યાર આ ભવ્ય અને દિવ્ય ઘટનાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે. આ ઉપરાંત નવ રાજ્યોએ પણ તમામ કચેરીઓ અને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
અત્યાર સુધી કુલ નવ રાજ્યોમાં રજા જાહેર કરી
રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તરાખંડ સહિત આઠ રાજ્યોમાં 22મી જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય ગોવા, છત્તીસગઢ અને આસામમાં પણ આવી જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર
રાજકોટ, વાંકાનેર, મોરબી સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ પણ 22મી જાન્યુઆરીએ બંધ રાખવાનું જાહેર કરાયું છે. ત્યારે ગુજરાત સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી છે. રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, 'સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.'