28000 કરોડની સંપત્તિમાંથી અડધી દાન કરી દેવાનો નિર્ણય, આવું કરનાર ભારતનો સૌથી યુવા અબજપતિ
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા રસ્તાઓ શોધવા માટે ઉત્સાહિત છું : કામત
ઝેરોધાના સહ- સંસ્થાપક નિતિન અને નિખિલ કામત મોટા દાનવીરો તરીકે ઓળખાય છે
Image Twitter |
નવી દિલ્હી, તા. 7 જૂન 2023, બુધવાર
ઝેરોધાના સહ-સ્થાપક અને અબજોપતિ નિખિલ કામતે આજે મોટો નિર્ણેય કર્યો છે કે પોતાની અડધી સંપત્તિ દાનમાં આપી દેશે. તેમની કુલ સંપત્તિ હાલમાં 28,000 કરોડ રૂપિયાની આસપાસ છે. આવો નિર્ણય કરનાર અને ભારતના સૌથી નાની ઉંમરના યુવા અબજોપતિ બની ગયા છે. તેમણે આવુ ધ ગિવિંગ પ્લેજ (The Giving Pledge) માટે કર્યું છે. અને તેની સ્થાપના બિલ ગેટ્સ અને વોરેન બફેએ કરી હતી.
કામત પહેલા અજીમ પ્રેમજી, કિરણ મજૂમદાર-શો, રોહિણી અને નંદન નીકેકણી આ પ્લેજના ભાગીદાર રહી ચુક્યા છે, આ સામેલ લોકો પોતાની કમાણીનો અડધો ભાગ સમાજ કલ્યાણ માટે આપી દેતા હોય છે. નિખિલ કામત ક્લાઈમેટ ચેન્જ, એનર્જી, એજ્યુકેશન અને આરોગ્યના ક્ષેત્રમા પોતાનું યોગદાન આપે છે. આ સિવાય પણ નિખિલ કામત પહેલેથી જ પરોપકારી કાર્યો માટે દાન કરતા આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઝેરોધા એવી કેટલીક કંપનીઓમાંથી એક છે કે જેણે કોઈપણ બહારથી ફંડ લાવ્યા સિવાય યુનિફોર્મ બનાવવા સુધીની સફર કરી છે.
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા રસ્તાઓ શોધવા માટે ઉત્સાહિત છું : કામત
કામતે આ બાબતે વાત કરતા કહ્યુ હતું કે, " નાની ઉંમર હોવા છતાં હું વિશ્વને હકારાત્મક રીતે પ્રભાવિત કરવા ઈચ્છુ છું. મારુ માનવું છે કે ન્યાયસંગત સમાજ બનાવવા ફાઉન્ડેશનનું મિશન મારા મૂલ્યો અને આકાંક્ષાઓ જેવું જ છે. ધ લિવિંગ પ્લેજ એ વિચારોનું આદાન -પ્રદાન અને વિશ્વની સૌથી મુશ્કેલ પડકારો સામે લડવા માટેનું એક શાનદાર પ્લેટફોર્મ છે. હું લિવિંગ પ્લેજની સાથે જોડાઈને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા રસ્તાઓ શોધવા માટે ઉત્સાહિત છું."
નિખિલ કામતે 2021-22 માં દાનની રકમ 300 ટકા વધારીને 100 કરોડ રુપિયા કરી દીધી હતી.
ઝેરોધાના સહ-સંસ્થાપક નિતિન અને નિખિલ કામત દાનવીરો તરીકે ઓળખાય છે. 2021-22 માં તેમણે દાનની રકમ 300 ટકા વધારીને 100 કરોડ રુપિયા કરી દીધી હતી. 2022 ની હુરુન ઈન્ડિયા ફિલેંથ્રોપી લિસ્ટમાં તે ભારતના નવમા સૌથી મોટા દાનવીર હતા. આ સાથે તમને જણાવી દઈએ કે ધ લિંવિંગ પ્લેજ માટે નિખિલ કામતે એવા શપથ લીધા હતા કે જેમા 29 દેશોમાં 241 દાનવીરો સામેલ છે. વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલ, શોભા ડેવલપર્સના પીએનસી અને શોભા મેનન, હેલ્થ કેરના દિગ્ગજ ડૉ. બીઆર શેટ્ટી પણ આ લોકો સાથે જોડાયેલ છે.