RBIની મોટી તૈયારી! ડેબિટ-ક્રેડિટ કાર્ડ છે તમારી પાસે? તો અત્યારે જ વાંચીલો આ સમાચાર

ટોકનાઈજેશન પ્રક્રિયામાં કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શનની સુવિધા માટે એક યુનિક કોડ જનરેટ થાય છે

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
RBIની મોટી તૈયારી! ડેબિટ-ક્રેડિટ કાર્ડ છે તમારી પાસે? તો અત્યારે જ વાંચીલો આ સમાચાર 1 - image
Image Freepic

તા. 8 ઓક્ટોબર 2023, રવિવાર 

જો તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ (Debit card & Credit card) દ્વારા કોઈ ઈ-કોમર્સ વેબસાઈટ, પેમેન્ટ ગેટવે અથવા કોઈ દુકાન પર ટ્રાંજેક્શન કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ખૂબ જ જલ્દી તમે ટોકનાઈજેશન પ્રક્રિયા હેઠળ તમારી બેંક દ્વારા કોડ જનરેટ કરી શકશો.  અત્યાર સુધી આ સુવિધા માત્ર વેપારીઓને જ આપવામાં આવતી હતી. સરળ ભાષામાં કહીએ તો, તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનું ટોકનાઇઝેશન કોઈપણ ઈ-કોમર્સ, દુકાન અથવા પેમેન્ટ ગેટવે પર નહીં પરંતુ સીધુ તમને કાર્ડ આપનારી બેંક લેવલે થશે.

આરબીઆઈ ગવર્નરે આપ્યા સંકેત 

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કાર્ડ ડેટાના ટોકનાઈજેશનની વધતી જતી સ્વીકાર્યતા, લાભ જોતા આરબીઆઈ હવે બેંક લેવલે કાર્ડ-ઓન- ફાઈલ ટોકનાઈજેશન (CoFT)માં આ સુવિધાઓ શરુ કરવા પર વિચારી રહી છે. આ બાબતે તેની અલગથી જાહેરાત કરવામાં આપશે. 

શું છે ટોકનાઈજેશન

ટોકનાઈજેશન પ્રક્રિયામાં કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શનની સુવિધા માટે એક યુનિક કોડ જનરેટ થાય છે.  આ કોડ 16 આંકડાનો હોય છે અને આ જનરેટ થયા પછી કાર્ડની અન્ય કોઈ જાણકારીની જરુર નથી પડતી. સમજુતી રુપે જો તમે કોઈ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી શોપિંગ કરો છો અને તેનું પેમેન્ટ કાર્ડથી કરવા ઈચ્છો છો. સામાન્ય રીતે આ પેમેન્ટ માટે કાર્ડની એક્સપાયરી ડેટ, સીવીસી જેવી જેવી ડિટેલ્સ એન્ટર કરવાની જરુર નથી હોતી. જોકે ટોકનાઈજેશન પ્રક્રિયામાં આ દરેક ડિટેલ્સની જરુર હોય છે. પેમેન્ટ માટે માત્ર 19 આંકડાનો કોડ જ પુરતો છે. એટલે કે હવે ગ્રાહકના કાર્ડની જાણકારી હવે કોઈ વેપારી, પેમેન્ટ ગેટવે અથવા થર્ડ પાર્ટીને નહી મળી શકે. જેથી તમારો ડેટા સુરક્ષિત રહેશે. આ સાથે સાથે ડેટા સુરક્ષિત રહેશે અને સાઈબર ફ્રોડથી બચી શકાશે. જો કે તેના માટે દરેક ટ્રાંજેક્શન પર આ કોડ જનરેટ કરવો પડશે. 

RBIની મોટી તૈયારી! ડેબિટ-ક્રેડિટ કાર્ડ છે તમારી પાસે? તો અત્યારે જ વાંચીલો આ સમાચાર 2 - image


Google NewsGoogle News