તમારી પાસે ડેબિટ કાર્ડ છે? તો તમે ઈન્શ્યોરન્સનો લાભ ઉઠાવી શકશો, જાણો કેવી રીતે
બેંકો દ્વારા પહેલી શરત મિનિમમ ટ્રાન્જેક્શનની રાખવામાં આવે છે
Image Envato |
Accident Insurance: દેશમાં વિવિધ બેંકો ડેબિટ કાર્ડ પર ઈન્શ્યોરન્સ આપે છે, પરંતુ આપણામાંથી ઘણા લોકોને તેના વિશે માહિતી હોતી નથી, જેના કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી.પરંતું જો તમારી પાસે થોડી પણ માહિતી હોય તો સરળતાથી તમે તેનો લાભ મેળવી શકો છો. આવો આજે આપણે ડેબિટ કાર્ડ સાથે આવતાં આ વીમાનો લાભ કઈ રીતે લેવો તે વિશે જાણીએ.
દરેક મોટાભાગની બેંકો આપે છે આ સુવિધા
કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક અને ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર આવી કેટલીક મોટી બેંકો ડેબિટ કાર્ડ પર ઈન્શ્યોરન્સ આપે છે. પરંતુ તેના માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. જો તમે આ શરતોનું બરોબર પાલન કરો તો તમે આ જીવન વીમાના હકદાર બની શકો છો. ત્યાર બાદ જો અકસ્માતના કારણે મૃત્યુ થાય તો, તમારા પરિવારના સભ્યોને આ વીમાનો લાભ મળે છે.
ટ્રાન્જેક્શન સાથે જોડાયેલ કેટલાક નિયમો
આ શરતોમાંથી એક છે, નક્કી કરેલા સમયમાં જ કાર્ડ દ્વારા લેવડ-દેવડ કરવી. તમારે તમારી બેંક પાસેથી એ જાણવું જરુરી છે કે, આખરે કેટલા ટ્રાન્જેક્શન કરવાથી તમે જીવન વીમાના હકદાર બની શકો છો. બીજુ કાર્ડધારકનું મૃત્યુ થાય પછી વારસદાર કઈ રીતે ક્લેમ કરી શકશે. બેંક તમને ગ્રુપ ઈન્શ્યોરન્સ હેઠળ વીમો આપે છે. જેમાં તમને અકસ્માત કવર, ખરીદી સુરક્ષા, હવાઈ અકસ્માત, કાર્ડ છેતરપિંડી વગેરે સામે રક્ષણ મળે છે. જો કે, આમાં તમને અલગથી કોઈ પોલિસી નંબર મળતો નથી.
આ શરતોનું કરવામાં આવે તો ઈન્શ્યોરન્સનો લાભ મળી શકશે
બેંકો દ્વારા પહેલી શરત મિનિમમ ટ્રાન્જેક્શનની રાખવામાં આવે છે. કોટક મહિન્દ્રા બેંક છેલ્લા 60 દિવસોમાં ઓછામાં ઓછા 500 રુપિયાના 6 ટ્રાન્જેક્શનની શરત રાખવામાં આવી છે. ડીબીએસ બેંકે 90 દિવસમાં એક ટ્રાન્જેક્શન કરવાની માંગ કરે છે. એચડીએફસી બેંક દ્વારા 30 દિવસમાં 1 ટ્રાન્જેક્શનની શરત રાખવામાં આવી છે. એટલા માટે તમારે બેંક પાસેથી શરતો જાણી લેવી જોઈએ.