કેરળમાં RSSના નેતા રંજીત શ્રીનિવાસ હત્યા કેસમાં કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, 15 આરોપીને મોતની સજા

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
કેરળમાં RSSના નેતા રંજીત શ્રીનિવાસ હત્યા કેસમાં કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, 15 આરોપીને મોતની સજા 1 - image


Ranjith Sreenivasan Murder Case: કેરળની એક કોર્ટે ભાજપના નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 15 કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલિક્કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતા. પીડિત પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે,'દોષિતોએ રંજીતની માતા, પત્ની અને બાળકની સામે જ નિર્મમ હત્યા કરી હતી.'

પોલીસના જણાવ્યાનુંસાર, 19મી ડિસેમ્બર 2021માં રંજીત શ્રીનિવાસ અલાપ્પુઝા શહેરમાં પોતાના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન રંજીતની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ રંજીતને નિર્દયતાથી માર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રંજીત શ્રીનિવાસ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને વ્યવસાયે વકીલ પણ હતા.


Google NewsGoogle News