બોલિવૂડ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, 3 ભાઈને જેની હત્યા બદલ 8 મહિના જેલ થઈ તે 17 વર્ષે જીવતો મળ્યો!
Uttar Pradesh Crime: ઉત્તરપ્રદેશના ઝાંસીમાંથી હૃદયવિદારક કિસ્સો સામે આવ્યો છે. ઝાંસીની પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એવી વ્યક્તિને જીવતા શોધી કાઢી જેની બિહાર પોલીસના રેકોર્ડ મુજબ 17 વર્ષ પહેલા હત્યા થઈ ચૂકી હતી. આ જીવિત વ્યક્તિની હત્યાના આરોપમાં ચાર વ્યક્તિ જેલ જઈ ચૂક્યા છે અને તેમાંથી એકનું મોત પણ થઈ ગયું છે. બાકીના ત્રણ હાલ જામીન પર જેલની બહાર છે.
ઝાંસીથી જીવતો મળ્યો
જામીન પર બહાર રહેલા આરોપીઓએ જ્યારે આ સમાચાર સાંભળ્યા કે તેમને જેના મર્ડરના આરોપમાં સજા થઈ છે તે વ્યક્તિ જીવિત છે ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા. આ વ્યક્તિને ઝાંસી પોલીસે બિહાર પોલીસને બોલાવી સુપરત કરી દીધો છે.
આ પણ વાંચોઃ કંગના રણૌતે કર્યા પ્રિયંકા ગાંધીના વખાણ, કહ્યું- 'તેમની સાથે વાતો કરવાની મજા આવે છે...'
શું હતી સમગ્ર હકીકત?
ઝાંસીની પોલીસે શોધી કાઢેલા આ નથુની પાલે જણાવ્યું હતું કે, હું પોતાના ગામમાં હતો ત્યારે તેના માતા-પિતા મૃત્યુ પામ્યા. લગ્નના કેટલાક વર્ષો પછી સંતાનનો જન્મ ન થતાં પત્ની પણ છોડીને જતી રહી. ત્યારબાદ હું મારા કાકાના ભાઈઓ જોડે જઈને રહેવા લાગ્યો. તેની પાસે લગભગ અઢી વીઘા જમીન હતી. તે 2008માં ગામ છોડીને નીકળી ગયો, પછી ક્યારેય પાછો ન ગયો. ત્યારબાદ ફરતા-ફરતા છ મહિના પહેલાં અહીં ઝાંસી આવ્યો અને ત્યારથી અહીં જ રહુ છું. ગામ છોડ્યા પછી ત્યાં શું થયું તેની ખબર નથી.
આ પણ વાંચોઃ આજકાલ ટ્રેન્ડમાં છે ‘પાન્ડા પેરેન્ટિંગ’, જાણો શું છે બાળકોને ઉછેરવાની આ અનોખી શૈલી
પીડિતે વ્યક્ત કર્યું દુઃખ
17 વર્ષ પહેલાં જ્યારે નથુની પાલ ગુમ થયો ત્યારે તેની હત્યાના આરોપમાં જેલ ગયેલા સતેન્દ્ર પાલે જણાવ્યું હતું કે, 'નથુની ગુમ થતા તેના મામાએ અમારા પર તેની હત્યા કરીને તેની લાશ દાટી દીધી હોવાનો આરોપ મૂક્યો હતો. તેણે મારા પિતા અને મારી સહિત કુલ ત્રણ ભાઈઓ પર નથુની પાલની હત્યાનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી હતી. જેના લીધે અમારે આઠ-આઠ મહિના જેલમાં કાઢવા પડ્યા હતા. બાદમાં અમે જામીન પર બહાર છીએ. આ દરમિયાન મારા પિતાનું મૃત્યુ થયું હતું. હું દિવસ-રાત વિચારતો હતો કે જે ગુનો અમે કર્યો જ નથી તેની સજા અમને શા માટે કરવામાં આવી?'