દાઉદની સંપત્તિ ખરીદવા ગજાબહાર બોલી લગાવી! ચૂકવણી માટે નથી પૈસા, કહ્યું- જુગાડ કરી રહ્યો છું

અજયે હરાજીના પ્રથમ હપ્તા પેટે 25 ટકા રકમ પણ જમા નથી કરાવી

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
દાઉદની સંપત્તિ ખરીદવા ગજાબહાર બોલી લગાવી! ચૂકવણી માટે નથી પૈસા, કહ્યું- જુગાડ કરી રહ્યો છું 1 - image

image : IANS



Dawood Ibrahim News | કુખ્યાત ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની ચાર પૈતૃક મિલકતોની SAFEMA ઓથોરિટી દ્વારા હરાજી કરવામાં આવી હતી. ઓથોરિટી દ્વારા આ પ્રોપર્ટીની રિઝર્વ પ્રાઇસ 15,440 રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ દિલ્હીના રહેવાસી અજય શ્રીવાસ્તવે આ પ્રોપર્ટી માટે સૌથી વધુ 2.01 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. હવે એવી માહિતી મળી રહી છે કે તેણે હરાજીની રકમના 25 ટકાનો પહેલો હપ્તો હજુ સુધી જમા કરાવ્યો નથી.

મેં SAFEMA પાસે સમય માંગ્યો : અજય શ્રીવાસ્તવ

અજય શ્રીવાસ્તવે આ મામલે કહ્યું કે મેં SAFEMAને વિલંબ વિશે જાણ કરી દીધી છે અને તેઓએ મને સમય આપ્યો છે કારણ કે આ એક મોટી રકમ છે જેના માટે હું જુગાડ કરી રહ્યો છું. જલદી જ ફંડની વ્યવસ્થા થઈ જશે અને SAFEMAને ચુકવણી કરી દેવાશે. મેં બીજા પ્લોટની હરાજી પણ જીતી લીધી હતી, તેનું પેમેન્ટ થઈ ગયું છે અને આવતા અઠવાડિયે હું પ્રોપર્ટી ટ્રાન્સફરની બાકીની ઔપચારિકતા પૂરી કરીશ.

મને કરી દો પ્લોટની ફાળવણી, કોણે કરી આ માગ?  

અજયે હરાજીના પ્રથમ હપ્તા પેટે 25 ટકા રકમ પણ જમા નથી કરાવી. જેના બાદ આ હરાજીમાં બીજા ક્રમે સૌથી મોટી બોલી લગાવનારા એડવોકેટ ભૂપેન્દ્ર કુમાર ભારદ્વાજે SAFEMA ઓથોરિટીનો સંપર્ક કર્યો હતો અને માગ કરી હતી તેમના નામે પ્લોટ ફાળવણી કરી દેવામાં આવે. આ પ્લોટ માટે તેણે આશરે રૂ.1.5 લાખની બોલી લગાવી હતી. વકીલે શ્રીવાસ્તવ સામે કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે તેણે SAFEMAનો સમય બગાડ્યો છે. પ્લોટ ફાળવ્યા પછી જો હું પણ આવું કરું તો મારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની જે સંપત્તિને લઈને વિવાદ થઈ રહ્યો છે તે દાઉદની ચાર પૈતૃક મિલકતોમાં સૌથી નાનો પ્લોટ હતો. આ પ્લોટ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુમ્બકે ગામમાં આવેલો છે. જે દાઉદ ઈબ્રાહિમ કાસકરનું પૈતૃક ગામ છે.

દાઉદની સંપત્તિ ખરીદવા ગજાબહાર બોલી લગાવી! ચૂકવણી માટે નથી પૈસા, કહ્યું- જુગાડ કરી રહ્યો છું 2 - image



Google NewsGoogle News