ડૉન દાઉદ ઇબ્રાહીમના જમાઈની ગોળી મારી હત્યા કરાઇ, 2016ની એક ઘટના બની મોતનું કારણ?
તે દાઉદના ભાઈ ઇકબાલ કાસકરનો બનેવી હતો
યુપીના જલાલાબાદમાં બની હતી આ ઘટના
image : Twitter |
Dawood Ibrahim Brother-in-law Shot: માફિયા ડૉન દાઉદ ઈબ્રાહીમના એક સંબંધી અને કથિત રૂપે જમાઈ નિહાલ ખાનની બુધવારે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. તે મુંબઈથી ભત્રીજાના લગ્નના રિસેપ્શન માટે યુપીના જલાલાબાદ પહોંચ્યો હતો. તે દાઉદના ભાઈ ઇકબાલ કાસકરનો બનેવી પણ હતો.
નિહાલખાન જલાલાબાદના ચેરમેનનો સાળો હતો
નિહાલ ખાન જલાલાબાદના ચેરમેન શકીલ ખાનનો સાળો પણ હતો. તે 2016માં શકીલની ભત્રીજીને લઈને ભાગી ગયો હતો. જોકે પછીથી સમાધાન થઇ જતાં મામલો ઉકેલાઈ ગયો હતો. શકીલે કહ્યું કે નિહાલ 15 ફેબ્રુઆરીએ ફ્લાઈટ ચૂકી ગયો હતો. તે બાય રોડ અહીં આવ્યો હતો. મને લાગે છે કે મારો ભાઈ કામિલ હજુ 2016ની ઘટનાને લઈને નિહાલથી નારાજ હતો અને તે બદલો લેવા માગતો હતો.
દાઉદને ઝેર અપાયાનો દાવો કરાયો હતો
ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહીમને ભારતમાં મોસ્ટ વૉન્ટેડ આતંકી જાહેર કરાયો છે. તાજેતરમાં તેને ઝેર અપાયાનો મામલો સામે આવ્યો હતો. તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરાવાયો હતો. જોકે પછીથી આ ઘટના અફવા સાબિત થઈ હતી.