‘દેશની દિકરી હવે કોંગ્રેસની દિકરી’ ફોગાટ-પુનિયા કોંગ્રેસમાં જોડાતા ભાજપના દિગ્ગજ નેતાનો ટોણો

રેસલર વિનેશ ફોગાટ સાથે બજરંગ પુનિયા પણ કોંગ્રેસમાં જોડાયા

વિનેશ ફોગાટના વિરોધ પ્રદર્શનને કોંગ્રેસનું સમર્થન હોવાનો પણ આરોપ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
‘દેશની દિકરી હવે કોંગ્રેસની દિકરી’ ફોગાટ-પુનિયા કોંગ્રેસમાં જોડાતા ભાજપના દિગ્ગજ નેતાનો ટોણો 1 - image

ચંદિગઢ,6 સપ્ટેમ્બર,2024,શુક્રવાર 

પેરિસ ઓલિમ્પિકમાં 100 ગ્રામ વજનના કારણે મેડલથી વંચિત રહી ગયેલી ભારતની ખ્યાતનામ મહિલા રેસલર વિનેશ ફોગાટે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ફોગાટ કોંગ્રેસમાં જોડાતા હરિયાણામાં ભાજપના વરિષ્ઠ નેતાએ દેશની બેટી હવે કોંગ્રેસની બેટી થતી હોયતો અમને કોઇ વાંધો નથી એવો ટોણો માર્યો હતો. ટોકયો ઓલિમ્પિકમાં બ્રોઝ મેડલ મેળવનાર રેસલર બજરંગ પુનિયાએ પણ  વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોઇન કરી હતી. વિજે કોગ્રેસ પર ખેલાડીઓ બાબતે રાજનીતિ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મુકયો હતો. કોંગ્રેસ ખૂબ સમયથી ખેલાડીઓને પોતાના પક્ષમાં લાવવા પ્રયાસ કરી રહી હતી.

પહેલવાનોના આંદોલન-દેખાવોને કોંગ્રેસનું સમર્થન હોવાનો આક્ષેપ

દિલ્હીમાં વિનેશ ફોગાટ અને અન્ય પહેલવાનોએ કરેલા આંદોલન અને વિરોધ પ્રદર્શનને કોગ્રેસનું સમર્થન હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ દિલ્હીમાં કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જન ખડગે અને વરિષ્ઠ નેતાઓ સાથે ૧૦ રાજાજી માર્ગ પર આવેલા નિવાસસ્થાને મુલાકાત કરી હતી અને કોંગ્રેસના મુખ્યાલયમાં એક સંવાદદાતા સંમેલનમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.

વિનેશ ફોગાટે ભાજપના પૂર્વ સાંસદ અને ભારતીય કુશ્તી મહાસંઘ (ઇન્ડિયન રેસલર ફેડરેશન) ના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણશરણસિંહ વિરુધ યૌન ઉત્પીડનના કથિત આરોપ મુકીને વિરોધ પ્રદર્શન શરુ કર્યુ હતું. ફોગાટને બજરંગ પુનિયા,સાક્ષી મલિક ઉપરાંત અનેક જુનિયર સિનિયર રેસલર્સનું સમર્થન મળ્યું હતું. ફોગાટના વિરોધ પ્રદર્શન પછી બ્રિજભૂષણ શરણસિંહ પર દિલ્હી પોલીસે એફઆરઆઇ નોંધવાની ફરજ પડી હતી.

ભાજપના દિગ્ગજ મંત્રીએ ફોગાટ પર ટોણો માર્યો

વિનેશ ફોગાટની સફળ રેસલર તરીકે મોટી ખ્યાતી હોવાથી તેનો લાભ હરિયાણામાં કોગ્રેસને મળી શકે છે. કોંગ્રેસ વિનેશ અથવા બજરંગ પુનિયાને ઉમેદવાર બનાવીને ચુંટણીના મેદાનમાં ઉતારી શકે છે. આવા સંજોગોમાં હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનીલ વિજે કોંગ્રેસની બેટી કહેતા રાજકારણ ગરમાય તેવી શકયતા છે. 


Google NewsGoogle News